જ્યાં ફરવા માટે હંમેશા પડાપડી કરે છે ગુજરાતીઓ તે સ્થળનું નામ બદલાઈ જશે! ચાલી રહી છે મોટી તૈયારીઓ
Mount Abu Name Change : ગુજરાતીઓના સૌથી લોકપ્રિય ફરવાના સ્થળ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આ એવું પ્રવાસન સ્થળ છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે. અહીં દારૂ અને નોનવેજ ફૂડ સહિત ફરવાની ઘણી જગ્યા છે. પરંતુ હવે આ જગ્યાનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનમાં ફરવાના સૌથી જાણીતા સ્થળ માઉન્ટ આબુમાં ઘણા ફેરફાર થઈ રહ્યાં છે. ત્યાં સુધી કે માઉન્ટ આબુનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં ખુદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ત્યાં જઈ શકે છે, ત્યારબાદ મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. માત્ર નામ જ નહીં, અહીં અન્ય ફેરફારોની ચર્ચા ચાલી રહી છે, જેમાં ખાનપાન પણ સામેલ છે. તેમાં દારૂ અને નોનવેજ ફૂડ પણ સામેલ છે. સ્થાનીક સંગઠન ખાસ કરી હોટલ યુનિટન આ વાતને લઈને ચિંતિત છે કે જો આ બધા ફેરફાર થયા તો માઉન્ટ આબુ ફરવા કોઈ આવશે નહીં. જેનાથી બેરોજગારી વધશે અને પરિણામ લોકો માટે ઘણી સમસ્યા... આવો આ વિશે વિગતવાર જાણીએ...
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાન સરકાર તેના એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુનું નામ બદલવાની યોજના બનાવી રહી છે. આ કારણે સોમવારે માઉન્ટ આબુના કુલ 23 સંગઠનો વિરોધમાં એકઠા થયા હતા. તેમણે માઉન્ટ આબુનું નામ બદલીને 'આબુ રાજ તીર્થ' કરવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો. ઓક્ટોબર 2024 માં મ્યુનિસિપલ મીટિંગ દરમિયાન આ અંગે સૌપ્રથમ ચર્ચા થઈ હતી.
અહેવાલો અનુસાર, સ્થાનિક સ્વરાજ્ય વિભાગે 25 એપ્રિલના રોજ માઉન્ટ આબુ મ્યુનિસિપલ બોડીને પત્ર લખીને પ્રસ્તાવિત નામ પરિવર્તન અંગે સૂચનો માંગ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. અખબાર દ્વારા પ્રાપ્ત થયેલા સત્તાવાર દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે વિભાગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અગાઉના સંદેશાવ્યવહારનો ઉલ્લેખ કર્યો છે, જે દર્શાવે છે કે નામ બદલવાની ચર્ચા ઓક્ટોબર 2024 માં શરૂ થઈ હતી. પત્રમાં ખાસ કરીને 15 એપ્રિલના રોજ ડેપ્યુટી ડિરેક્ટર (આંકડા) ના UO નોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં દરખાસ્ત પર તથ્યપૂર્ણ ટિપ્પણીઓ આપવાનું કહેવામાં આવ્યું હતું. નામ બદલવાનો વિરોધ કરતી સંસ્થાઓએ દલીલ કરી હતી કે આ દરખાસ્તને જાહેર સમર્થન નથી અને આમ કરવાથી માઉન્ટ આબુની ઓળખ એક પર્યટન સ્થળથી ધાર્મિક તીર્થસ્થાનમાં બદલાઈ જશે.
વિરોધીઓનો દાવો છે કે એક સ્થાનિક ધારાસભ્ય, જેને એક મંત્રીનો ટેકો છે, માઉન્ટ આબુમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ મૂકવા માટે દબાણ કરી રહ્યા છે, જે આ પ્રદેશના પ્રાચીન ધાર્મિક મહત્વને ટાંકીને છે. લોકોને ચિંતા છે કે આવા પ્રતિબંધો લાદવાથી પ્રવાસીઓ માટે હિલ સ્ટેશનોનું આકર્ષણ વધુ ઘટી શકે છે. તેમાંથી એકે કહ્યું કે રાજ્ય વિધાનસભામાં એક ધારાસભ્ય જનતાની સંમતિ વિના નામ બદલવા માંગે છે. મુખ્યમંત્રી મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આબુની મુલાકાતે જવાના છે અને ત્યારબાદ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
માઉન્ટ આબુ હોટલ એસોસિએશનના સચિવ સૌરભ ગંગાડિયાએ આ વિશે કહ્યુ કે જો સરકાર હિલ સ્ટેશનનું નામ બદલે તો પર્યટન ખતમ થઈ જશે. તેનાથી મોટા પાયે બેરોજગારી વધશે. દારૂ અને નોનવેજ પર પ્રતિબંધ લાગ્યા બાદ હિલ સ્ટેશન પર કોણ આવશે?
નક્કી લેક એસોસિએશનના પ્રમુખ વિકાસ સેઠએ માઉન્ટ આબુને તીર્થસ્થળના રૂપમાં બ્રાન્ડિંગ કરવાને ભ્રામક ગણાવ્યું અને સૂચન આપ્યું કે તેનાથી અહીં આવતા પર્યટક હતોત્સાહિત થશે. સેઠએ કહ્યુ કે માઉન્ટ આબુને અબુ રાજ તીર્થમાં બદલવાનો પ્રસ્તાવ એક ભ્રામક સંદેશ આપે છે.
ટાઉન વેન્ડિંગ કમિટીના એક સભ્યએ જણાવ્યું હતું કે જો માઉન્ટ આબુને તીર્થસ્થાન જાહેર કરવામાં આવે તો તેના પર ઘણા સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો લાદવામાં આવશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે માઉન્ટ આબુ 7 રાજ્યોમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ પર્યટન સ્થળ છે. પ્રવાસીઓ તેને જોવા માટે લાંબા અંતરની મુસાફરી કરે છે, પરંતુ નામ બદલાયા પછી, તેઓ એવું કરવા માંગતા નથી.
હકીકતમાં માઉન્ટ આબુનું ઐતિહાસિક મહત્વ 1830થી છે, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની રાજપૂતાના એજન્સીએ સિરોહી રાજાશાહી પાસેથી આ ક્ષેત્રને પટ્ટા પર લીધું હતું. 1845મા તેના સુખદ જળવાયુને કારણે તેને સત્તાવાર રીતે એજન્સીનું ગ્રીષ્મકાલીન મુખ્યાલય જાહેર કરવામાં આવ્યું, જેના કારણે આ હિલ સ્ટેશનનો વિકાસ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે