કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો! આ જિલ્લાના ખેડૂતોની વ્યથા જાણીને રોઈ જોશો!

મહીસાગર જિલ્લામાં મોડી સાંજે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત ન ઘરના ન ઘાટના જેવી કરી નાખી છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રોવાનો વારો જ આવ્યો છે. 

કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો! આ જિલ્લાના ખેડૂતોની વ્યથા જાણીને રોઈ જોશો!

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર:  હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ પવન સાથે વરસતા કેટલીએ જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે અચાનક જ ભારે પવન સાથે 30 કિમી ની ઝડપે પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાસાઈ તેમજ વીજપુલ ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે ત્યારે રાત્રે પડેલ વરસાદ વહેલી સવારે ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યો છે. 

પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જિલ્લાના અલગ અલગ તાલુકા સામે આવ્યા છે. જિલ્લાના કેટલાય ખેડૂતોને માવઠા અને પવનનો માર ઝીલવાનો વારો સામે આવ્યો છે લુણાવાડા તાલુકાના મધવાસ ગામમાં ખેડૂતોએ 100 એકરમાં પકવેલ મકાઈ ના પાક હાલ ભારે નુકસાન થયું છે. ભારે પવનના કારણે મકાઈના પાક જમીન દોસ્ત થયો છે. 

બીજી તરફ જિલ્લામાં લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે મજૂરો સહિત લોકો તે કામગીરીમાં વ્યસ્ત છે. તેની સામે ખેડૂતોને નથી કોઈ મળતા મજૂરો કે નથી મળતા ટ્રેક્ટર અનેક તકલીફોને લઈ ખેડૂતો નો કાપેલો પાક પણ બગડ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોએ મરણિયો પ્રયાસ પણ કર્યો પરંતુ મજૂર સહિત કોઈ વ્યવસ્થા ન મળતા હાલ તો કાપેલો પાક ખેતરમાં પલળીને બગડ્યો છે. 100 એકરમાં મકાઈ પકવી છે, જેમાં 40 થી 50 એકરમાં મકાઈને નુકસાન થયું છે. 

મુખ્યત્વે ઉનાળાની સિઝનમાં મોટાભાગના ખેડૂતોએ કેરી ભારે પવનના કારણે નીચે પડી બગડી ગઈ છે ત્યારે માવઠાને લઈ મગ અને જુવાર સહિતના પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે એક બાજુ મોંઘા ભાવના બિયારણો લાવી ખેડૂતો ખેતરમાં મજૂરી કરે છે અને હાથમાં આવેલો કોળિયો જાણે કુદરત છીનવી લઈ લે છે. જોકે આવું અનેક વખત ખેડૂતોને વેઠવું પડે છે. ખેડૂત કહી રહ્યા છે ભારે પવન આવે માવઠું પડે વધુ વરસાદ પડે પાણી ન મળે તેનાલી કેસ થાય તેમજ કેનાલનું જમણ થાય આ તમામ પરિસ્થિતિમાં માત્ર જગતનો તાત જ ચિંતાતુર બને છે અને નુકસાની વેઠે છે ત્યારે સરકાર અમારી સામે જોઈ અમને વળતર આપે જિલ્લામાં અનેક વખત માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે પરંતુ ખેડૂતોને વળતર નથી મળી રહ્યું તેમ ખેડૂતો કહી રહ્યા છે ત્યારે સર્વે કરી વળતર આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

બીજી બાજુ વાવાઝોડાએ અનેક લોકોની દશા બગાડી નાંખી છે. જેમાં ઉનાળાની સિઝન માં ખાસ કેરી પકવતા ખેડૂતો દશા બગાડી છે. તૈયાર કેરીનો પાક 70થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો હતો. ઓલપાડ ના કઠોદરા ગામની 20 વીંધાની આંબાની વાડી કેરીઓ ખરી પડી છે. ૨૦ વીંઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાફૂસ, ટોટાપુડી સહિત નો કેરીનો પાક તૂટી પડ્યો હતો. ખેતર માલિક પોતાના ચાકરો સાથે ખેતરમાં પોતાના ખેતરમાં પહોંચ્યા હતાં. ટ્રેકટર માં કેરીઓ ભરી ને કેરી ની નિકાલ કરવા મજબુર બન્યા છે. 

આંબા પરથી કેરીઓ જમીન પર પટકાતા મુખ્યત્વે કેરી નો પાક ફાટી ગઈ હતી. આશરે ૭૦ મણ જેટલી કેરી નો પાક તૂટી પડતા ખેડૂતો ની હાલત કફોડી બની ગઈ છે. ગતમોડી સાંજથી વહેલી સવાર સુધી ભારે પવન, ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાયું હતો. ખેડૂતો ભીની આંખે નુકસાની નો સર્વે કરી સહાય ચુકવવામાં માંગ કરી રહયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news