ગણતરીની કલાકો બાદ દેશભરમાં બદલાઈ જશે આ નિયમ, બધા લોકો પર થશે સીધી અસર

New Rule in 24 Hours: 1 જૂન 2025થી EPFO, સેબી, ઈનકમ ટેક્સ, એફડી વ્યાજદરો અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ઘણા નાણાકીય નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ફેરફાર સામાન્ય જનતાના નાણાકીય પ્લાનિંગ અને ખર્ચની રણનીતિઓ પર અસર કરશે.

  ગણતરીની કલાકો બાદ દેશભરમાં બદલાઈ જશે આ નિયમ, બધા લોકો પર થશે સીધી અસર

New Rule in 24 Hours: 1 જૂન 2025થી દેશભરમાં કેટલાક નિયમો બદલાશે, જે સામાન્ય જનતાની સાથે-સાથે કંપનીઓને પણ પ્રભાવિત કરશે.આ ફેરફારોમાં EPFO 3.0 લોન્ચ, TDS સર્ટિફિકેટની ડેડલાઇન, આધાર અપડેટની અંતિમ તારીખ, સેબીના નવા નિયમ, એફડી વ્યાજદરોમાં ફેરફાર અને ક્રેડિટ કાર્ડના નિયમ સામેલ છે. આવો એક-એક કરી જાણીએ.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) જલ્દી EPFO 3.0 સિસ્ટમ લોન્ચ કરશે. આ સિસ્ટમની ખાસિયત તે હશે કે કર્મચારી હવે UPI અને એટીએમ દ્વારા પોતાનું પીએફ ફંડ તત્કાલ ઉપાડી શકશે. સાથે UPI પ્લેટફોર્મ પર બેલેન્સ ચેક કરવા અને ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળશે. તેનાથી પીએફ ઉપાડવાની લાંબી પ્રક્રિયા ખતમ થઈ જશે.

ઇનકમ ટેક્સ- ફોર્મ 16ની ડેડલાઇન
નાણાકીય વર્ષ 2024-2025 માટે ફોર્મ 16 જારી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2025 છે. આ પ્રમાણપત્ર નોકરીદાતા દ્વારા કર્મચારીઓને આપવામાં આવે છે, જે પુષ્ટિ કરે છે કે પગારમાંથી કર કાપવામાં આવ્યો છે અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવ્યો છે.

આધાર અપડેટની અંતિમ તારીખ
UIDAI એ આધાર ડિટેલ્સને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2025 નક્કી કરી છે. ત્યારબાદ ઓનલાઈન અપડેટ માટે 25 અને ફિઝિકલ સેન્ટર પર 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

સેબીના નિયમ
સેબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે નવા કટ-ઓફ સમય લાગુ કર્યા છે. 1 જૂન, 2025 થી, ઑફલાઇન વ્યવહારો માટે કટ-ઓફ બપોરે 3 વાગ્યા અને ઑનલાઇન વ્યવહારો માટે સાંજે 7 વાગ્યાનો રહેશે. તેનો ઉદ્દેશ્ય NAV પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.

FD વ્યાજ દરોમાં ફેરફાર
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 1 જૂન, 2025 થી તેની FD પર વ્યાજ દરમાં ઘટાડો કરશે. નવા દર ₹3 કરોડ સુધીની FD પર 4% થી 8.4% ની વચ્ચે રહેશે.

ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
કોટક મહિન્દ્રા બેંકઃ 1 જૂન 2025થી ક્રેડિટ કાર્ડ ચાર્જમાં ફેરફાર થશે. નવા ચાર્જમાં સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલ થવા પર અને ડાયનામિક કરન્સી કન્વર્ઝન જેવી સેવાઓ સામેલ થશે. મિનિમમ એકાઉન્ટ ડ્યૂની ગણતરીની ફોર્મ્યુલા પણ બદલાશે.

HDFC બેંક
10 જૂનથી ટાટા ન્યૂ ઇનફિનિટી અને ટાટા ન્યૂ પ્લસ કાર્ડધારકોને લોન્ઝ એક્સેસ ખર્ચના આધાર પર વાઉચર દ્વારા મળશે.

એક્સિસ બેંક
20 જૂનથી REWARDS ક્રેડિટ કાર્ડમાં ફેઝ વાઇઝ ફેરફાર થશે. જેમાં રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક, લોન્ઝ એક્સેસ અને ખર્ચની શ્રેણીઓમાં પરિવર્તન સામેલ છે.

આ બધા ફેરફારની ક્યાંકને ક્યાંક અસર તમારા પર પડશે. તે તમારા રોકાણ અને નાણાકીય પ્લાનિંગને પ્રભાવિત કરશે. તેવામાં તે જરૂરી છે કે તમે નવા નિયમોની જાણકારી રાખો અને સમય રહેતા તૈયારી કરી લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news