ઓપરેશન સિંદૂરથી ફફડી ગયું પાકિસ્તાન, કરગરવા લાગ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી, કહ્યું- રોકો, હવે અમે કશું નથી કરવાના

Operation Sindoor: ઓપરેશને સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 જેટલા આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા અને અનેક આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો. હવે પાકિસ્તાન આ હુમલાથી દહેશતમાં છે અને પાકિસ્તાની રક્ષામંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે. 

ઓપરેશન સિંદૂરથી ફફડી ગયું પાકિસ્તાન, કરગરવા લાગ્યા પાકિસ્તાનના રક્ષામંત્રી, કહ્યું- રોકો, હવે અમે કશું નથી કરવાના

India airstrike Pakistan: પહેલગામ એટેકનો બદલો લેવા માટે ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બરાબરનું બેકફૂટ પર આવી ગયું છે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના રક્ષામંત્રી  ખ્વાજા આસિફે એક નિવેદનમાં કહ્યું કે ભારત જો ઓપરેશન સિંદૂર રોકે તો અમે કોઈ જવાબી કાર્યવાહી કરીશું નહીં. ભારતની સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સરકાર અને સેનામાં ભારે હડકંપ મચેલો છે. પાકિસ્તાની મીડિયામાં દબાયેલા અવાજે એવું સ્વીકાર થઈ રહ્યું છે કે આ હુમલો ખુબ સટીક અને ભયાનક હતો. સમગ્ર પાકિસ્તાનમાં શાળા કોલેજ બંધ કરાયા છે અને આતંકી સંગઠનોમાં ખળભળાટ મચેલો છે. 

અસલમાં ભારતીય સેનાએ આ ઓપરેશન 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે અંજામ આપ્યું. આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા. પીએમ મોદીની નિગરાણીમાં ચલાવવામાં આવેલું આ ઓપરેશન દેશ માટે ન્યાય અને શહીદો પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિનું પ્રતિક બન્યું. 

કુલ 9 આતંકી ઠેકાણા  ટાર્ગેટ
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેના કુલ 9 આતંકી ઠેકાણા ટાર્ગેટ કર્યા. આ સ્ટ્રાઈક્સમાં બહાવલપુર, મુરિદકે, સિયાલકો, કોટલી અને મુઝફ્ફરાબાદ જેવા ઠેકાણા સામેલ હતા. ભારતે કુલ 24 મિસાઈલો છોડી અને ખાસ પ્રેસિઝન મ્યુનિશનનો ઉપયોગ કર્યો. જૈશએ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાના અનેક મોટા કમાન્ડરો માર્યા ગયા અને એકલા બહાવલપુરમાં જ 30 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. 

શું પાકિસ્તાન કરશે પલટવાર- એક્સપર્ટ્સ શું કહે છે
આ સંયુક્ત ઓપરેશન સેના, વાયુસેના અને નેવીના સહયોગથી ચલાવવામાં આવ્યું. રક્ષા વિશેષજ્ઞ બ્રિગેડિયર સેવાનિવૃત્ત ગોવિંદ સિસોદીયાનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી કોઈ મોટો પલટવાર હાલ શક્ય નથી. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરે તો પણ તે ફક્ત પ્રતિકાત્મક હશે જેથી કરીને ત્યાંની જનતાને દેખાડી શકાય કે તેમણે કઈક  કર્યું. તેમણે એ પણ જોડ્યું કે પાકિસ્તાનની હાલની સૈન્ય, કૂટનીતિક અને આર્થિક સ્થિતિ ભારત સાથે લડવા લાયક નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news