PM બન્યા બાદ પ્રથમવાર RSS હેડક્વાર્ટર પહોંચ્યા નરેન્દ્ર મોદી, ડો. હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુર સ્થિત આરએસએસના સ્મૃતિ મંદિર પહોંચ્યા અને આરએસએસના સંસ્થાપક ડો. કેબી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર આરએસએસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
 

PM બન્યા બાદ પ્રથમવાર RSS હેડક્વાર્ટર પહોંચ્યા નરેન્દ્ર મોદી, ડો. હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ

PM Modi In RSS Headquarters: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 વર્ષમાં પ્રથમવાર નાગપુર સ્થિત  RSS મુખ્યાલય પહોંચ્યા હતા. આજે (30 માર્ચ) સવારે અહીંના સ્મૃતિ મંદિરમાં તેમણે  RSS ના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ સ્મૃતિ મંદિરની વિઝિટર બુકમાં એક સંદેશની સાથે હસ્તાક્ષર પણ કર્યા છે. તેમણે લખ્યું- 'પરમ પૂજનીય ડો. હેડગેવાર અને પૂજ્ય ગુરૂજીને શત્-શત્ નમન. 'તેમની યાદોને યાદ કરવા આ સ્મૃતિ મંદિરમાં આવીને હું અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠનના મૂલ્યોને સમર્પિત આ સ્થાન આપણને રાષ્ટ્રની સેવામાં આગળ વધવાની પ્રેરણા આપે છે.

પીએમ મોદીએ લખ્યુ- સંઘના બે મજબૂત સ્તંભોનું આ સ્થળ દેશની સેવામાં સમર્પિત લાખો સ્વયંસેવકો માટે ઉર્જાનો સ્ત્રોત છે. આપણા પ્રયાસોથી મા ભારતીનું ગૌરવ સદાય વધતું રહે.

RSS chief Mohan Bhagwat is also present

(Source -ANI/DD) pic.twitter.com/6gV2kfXyrK

— ANI (@ANI) March 30, 2025

ફડણવીસ અને ગડકરી પણ રહ્યા હાજર
નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી તથા નાગપુર સાંસદ નીતિન ગડકરીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. આરએસએસ હેડક્વાર્ટરના પ્રવાસ દરમિયાન બંને નેતા પીએમ મોદી સાથે રહ્યા હતા. મહત્વનું છે કે પીએમ મોદી આરએસએસના સંસ્થાપકોમાંથી એક ગોલવલકરની યાદમાં બનાવવામાં આવેલી સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ 'માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટર'ની આધારશિલા પણ રાખશે.

આંબેડકરની દીક્ષાભૂમિ ખાતે જશે
પીએમ મોદી તેમની નાગપુર મુલાકાત દરમિયાન દીક્ષાભૂમિની પણ મુલાકાત લેશે. અહીં 1956માં બાબા સાહેબ આંબેડકરે હજારો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અહીં પીએમ મોદી ડૉ.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.

આ પછી, પ્રધાનમંત્રી તેમના કાર્યક્રમમાં નાગપુરમાં સોલર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની દારૂગોળાની સુવિધાની પણ મુલાકાત લેશે. અહીં તેઓ UAV એરક્રાફ્ટ માટે બનાવવામાં આવેલી 1250 મીટર લાંબી અને 25 મીટર પહોળી એરસ્ટ્રીપનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદી નાગપુરમાં હેડગેવાર સ્મૃતિ ભવનની મુલાકાત લેનારા બીજા પ્રધાનમંત્રી છે. તેમની પહેલા, 27 ઓગસ્ટ 2000ના રોજ, અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી તરીકે RSS મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે આરએસએસના સ્થાપકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news