GT vs MI : 5 ઓવરમાં માત્ર 8 બોલ...હાર્દિક, તિલક અને મિન્ઝે કરી એક જ ભૂલ અને મુંબઈ મેચ હારી ગયું

GT vs MI : IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. MI બેટ્સમેનોએ 12 થી 16 ઓવરની વચ્ચે માત્ર 23 રન બનાવ્યા. આ સમય દરમિયાન સેટ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મોટાભાગના સમય સુધી નોન-સ્ટ્રાઈકર છેડે ઊભો રહ્યો, તેને સ્ટ્રાઈક જ ના મળી. 

GT vs MI : 5 ઓવરમાં માત્ર 8 બોલ...હાર્દિક, તિલક અને મિન્ઝે કરી એક જ ભૂલ અને મુંબઈ મેચ હારી ગયું

GT vs MI : ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 11 ઓવર પછી 2 વિકેટે 97 રન હતો. છેલ્લી 9 ઓવરમાં જીતવા માટે 100 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવ 20 બોલમાં 37 રન બનાવીને ક્રિઝ પર સેટ હતો. બીજી તરફ તિલક વર્માએ 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. અહીંથી મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ ભૂલ કરી હતી. જેના કારણે ટીમને અંતે હારનો સામનો કરવો પડ્યો હતો.

આગામી 5 ઓવરમાં 23 રન જ બનાવ્યા 

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ 12મી અને 16મી ઓવર વચ્ચે માત્ર 23 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની ત્રણ વિકેટ પણ પડી હતી. તિલક વર્મા 12મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. આ પછી રોબિન મિન્ઝ ક્રિઝ પર આવ્યો. તેણે સંઘર્ષ કર્યો અને 6 બોલમાં માત્ર 3 રન બનાવી શક્યો. આ પછી હાર્દિક પંડ્યા આવ્યો. હાર્દિકના બેટથી રન આવી રહ્યા ન હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ 16મી ઓવરના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો.

બેટ્સમેનો સૂર્યાને સ્ટ્રાઈક આપી ના શક્યા 

મુંબઈ ઈન્ડિયન્સની હારનું એક કારણ સૂર્યકુમાર યાદવને સ્ટ્રાઈક ના મળવી પણ છે. 12મી અને 16મી ઓવરની વચ્ચે તેણે માત્ર 8 બોલનો સામનો કર્યો. તે સેટ હતો પરંતુ મુંબઈનો કોઈ બેટ્સમેન તેને સિંગલ્સ આપી રહ્યો ન હતો. આ દરમિયાન તેણે 8 બોલમાં 1 સિક્સરની મદદથી 11 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિકે 13 બોલમાં 9 રન બનાવ્યા હતા જ્યારે તિલક વર્માએ 3 બોલમાં કોઈ રન બનાવ્યા ન હતા. મિંજે 6 બોલમાં 3 રનનું યોગદાન આપ્યું હતું. એટલે કે આ ત્રણેય 22 બોલ રમ્યા અને 12 રન બનાવ્યા.

મુંબઈ ઈન્ડિયન્સનો 36 રનથી પરાજય થયો

આ ઈનિંગમાં મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 28 બોલમાં 4 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. 16મી ઓવરના છેલ્લા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આઉટ કર્યો હતો. આ વિકેટે મુંબઈની જીતની આશાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ 160 રન જ બનાવી શકી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news