પડતા પર પાટું! ડાયાબિટીસ, હ્રદય રોગ સહિતની 900 જરૂરી દવાઓના આજથી ભાવ વધ્યા, ખાસ જાણો આ માહિતી
મોંઘવારીનો માર ઝેલી રહેલા લોકો પર વળી પાછી એક મુશ્કેલી આવી રહી છે. કારણ કે 900 જેટલી જરૂરી દવાઓના ભાવમાં આજથી વધારો ઝીંકાયો છે. જેમાં હાર્ટ સમસ્યા, પ્રેશર, ડાયાબિટીસની દવાઓ પણ સામેલ છે.
Trending Photos
દેશભરમાં આજથી એટલે કે 1 એપ્રિલથી જરૂરી દવાઓના ભાવ વધી ગયા છે. દવાઓના ભાવમાં 1.74 ટકાનો વધારો સરકારે જાહેર કર્યો છે. આ નિર્ણયથી હવે તમારા ખિસ્સા પર અસર પડશે. ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોએ સારવાર માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદય રોગ, અને ઈન્ફેક્શન જેવી બીમારીઓની સારવાર કરાવતા લોકોના ખિસ્સા પર અસર પડશે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) તરફથી દર વર્ષે જરૂરી દવાઓના ભાવ Wholesale Price Index (WPI) ના આધાર પર નક્કી કરાય છે. પ્રાધિકરણે આ વર્ષે દવાઓના ભાવમાં 1.74 ટકાના વધારાની જાહેરાત કરી છે. નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે દવા કંપનીઓ રિટેલ ભાવમાં પણ આ પ્રમાણે વધારો કરી શકે છે.
આ દવાઓના ભાવ વધશે
એન્ટીવાયરલ દવાઓ
Acyclovir (200 mg)– 7.74 રૂપિયા પ્રતિ ટેબલેટ
Acyclovir (400 mg)– 13.90 રૂપિયા પ્રતિ ટેબલેટ
એન્ટીબાયોટિક્સ
Azithromycin (250 mg)– 11.87 રૂપિયા પ્રતિ ટેબલેટ
Azithromycin (500 mg)– 23.98 રૂપિયા પ્રતિ ટેબલેટ
Amoxicillin + Clavulanic Acid Dry Syrup– 2.09 રૂપિયા પ્રતિ ml
પેનકિલર દવાઓ
Diclofenac– 2.09 રૂપિયા પ્રતિ ટેબલેટ
Ibuprofen (200 mg)– 0.72 રૂપિયા પ્રતિ ટેબલેટ
Ibuprofen (400 mg)– 1.22 રૂપિયા પ્રતિ ટેબલેટ
મેલેરિયાની દવા
Hydroxychloroquine (200 mg)– 6.47 રૂપિયા પ્રતિ ટેબલેટ
Hydroxychloroquine (400 mg)– 14.04 રૂપિયા પ્રતિ ટેબલેટ
ડાયાબિટીસની દવા
Dapagliflozin + Metformin Hydrochloride + Glimepiride– 12.74 રૂપિયા પ્રતિ ટેબલેટ
સ્ટેન્ટની દવાઓમાં પણ વધારો
પ્રાધિકરણના જણાવ્યાં મુજબ 1 એપ્રિલથી કોરોનરી સ્ટેન્ટની કિંમતો પણ WPI ના આધારે વધારવામાં આવી છે.
Bare-metal stent– 10692.69 રૂપિયા
Drug-eluting stent– 38933.14 રૂપિયા
દવાઓના ભાવમાં વધારાથી મિડલ ક્લાસ અને નિમ્ન વર્ગ પર અસર પડશે. જે લોકો પહેલેથી જ મોંઘવારી અને વધેલા સ્વાસ્થ્ય ખર્ચાનો સામનો કરી રહ્યા છે તેમને બેવડી પરેશાની થશે. સરકારનો નિર્ણય તેમના માટે કોઈ ઝટકાથી કમ નથી. મૂલ્ય વધારા પાછળ સરકારનો તર્ક એ છે કે સતત દવા કંપનીઓ વધારાના ખર્ચાનો સામનો કરી રહી છે. તેના કારણે જ આ દવાઓના ભાવમાં વધારો કરાયો છે.
ગત વર્ષે કરાયો હતો 12 ટકાનો વધારો
2023માં પણ દવાઓના ભાવમાં 12 ટકા સુધીનો વધારો કરાયો હતો. સરકારે હવે ફરીથી જરૂરી 900 દવાઓની યાદી એટલે કે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM ) બહાર પાડી છે. એન્ટી એલર્જી, પેરાસિટામોલ, એન્ટી એનીમિયા, વિટામીન્સ, અને મિનરલ્સની દવાઓ મોંઘી થઈ છે. આ નિર્ણય એવા દર્દીઓને પ્રભાવિત કરશે જે બીમારીઓના કારણે નિયમિત રીતે દવાઓ લે છે. કિંમતોમાં ભાવ વધારાથી દર્દીઓનું માસિક બજેટ પ્રભાવિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે