કોણ બનશે PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી? મહારાષ્ટ્રમાંથી હશે રાજકીય વારસ; સંજય રાઉતે કર્યો મોટો દાવો
Who will be PM Modi Successor: અટલ બિહારી વાજપેયીની જેમ પીએમ મોદીની ત્રીજી ટર્મમાં સંઘના મુખ્યાલયની મુલાકાત બાદ વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પીએમ મોદીની મુલાકાતનો રાજકીય અર્થ શોધવામાં આવી રહ્યો છે.
Trending Photos
Who will be PM Modi Successor: PM નરેન્દ્ર મોદીએ નાગપુરમાં RSSના હેડક્વાર્ટરની મુલાકાત લીધાના એક દિવસ પછી ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે, પીએમ મોદી આ વર્ષે 75 વર્ષના થવા જઈ રહ્યા છે, તેથી તેઓ તેમની નિવૃત્તિ યોજના વિશે ચર્ચા કરવા સંઘના મુખ્યાલય ગયા હતા. રાઉતે દાવો કરતા કહ્યું કે, સંધ નક્કી કરશે કે પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે. તેમણે એમ પણ કહ્યું કે, મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે.
સંજય રાઉતે કર્યો ચોંકાવનારો દાવો
રાઉતનો ઈરાદો સંઘ અને ભાજપની અઘોષિત નીતિ તરફ છે જ્યાં વય મર્યાદા 75 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાઉતે કહ્યું કે, એવું લાગે છે કે સંઘે નક્કી કરી લીધું છે અને તેથી જ મોદીને બોલાવવામાં આવ્યા હતા. બંધ દરવાજા પાછળ શું ચર્ચાઓ થઈ તે ભલે બહાર ન આવે, પરંતુ ઘણા સંકેતો આ સૂચવે છે. તેમણે કહ્યું કે, નવા નેતાની પસંદગી સંઘ દ્વારા કરવામાં આવશે.
આ અંગે RSSએ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે, આ બાબતે કોઈ જાણકારી ન હોવાનો ઈનકાર કર્યો હતો.
ફડણવીસે કર્યુ ખંડન
ભાજપ તરફથી પણ સંજય રાઉતના નિવેદનને તાત્કાલિક ખંડન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ પ્રકારની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, અમે લોકો 2029માં પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનતા જોઈશું. કોઈપણ ઉત્તરાધિકારીને શોધવાની જરૂર નથી. મોદી અમારા નેતા છે અને રહેશે. આ સાથે ફડણવીસે કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી ઉત્તરાધિકારની વાત કરવામાં આવતી નથી. આ બધું મુઘલ સંસ્કૃતિમાં થાય છે.
પીએમ મોદીની નાગપુર મુલાકાત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પદ સંભાળ્યાના 11 વર્ષ બાદ પહેલીવાર રવિવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચેલા નરેન્દ્ર મોદીએ RSSને ભારતની અમર સંસ્કૃતિનું 'વટ વૃક્ષ' ગણાવ્યું હતું. PM મોદી નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત લેનારા બીજા વડાપ્રધાન છે. આરએસએસના એક અધિકારીએ જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીએ તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન વર્ષ 2000માં અહીંની મુલાકાત લીધી હતી. આ PM મોદીનો પણ ટોપના પદ પર ત્રીજો કાર્યકાળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે