50 વર્ષીય શિક્ષકે ધોરણ 12મા ભણતી વિદ્યાર્થીની સાથે સ્કૂલમાં બાંધ્યો શારીરિક સંબંધ, Video Viral થયા બાદ ધરપકડ
Video Viral: ઉત્તર પ્રદેશના કુશીનગરની એક શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવતા 50 વર્ષીય શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. જી હા.. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending Photos
UP News: ઉત્તર પ્રદેશમાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા છે. જી હા.. ઉત્તર પ્રદેશના કુશીનગરની એક સ્કૂલમાં ધોરણ 12માં ભણતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બનાવતા 50 વર્ષીય શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેને લઈને સ્થાનિક લોકોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પરીક્ષામાં સારા નંબરે પાસ કરવાની લાલચ આપી...
બીજી બાજુ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. શિક્ષકે વિદ્યાર્થીનીને પરીક્ષામાં સારા નંબરે પાસ કરવાની લાલચ આપી હતી. વીડિયોમાં શિક્ષક શિષ્યની સાથે શારીરિક સંબંધ બાંધતો નજરે પડી રહ્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો..
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટીચર અને શિષ્યના સંબંધો તાર તાર થઈ ચૂક્યા છે. ચારેબાજુ આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. 4 મિનિટ અને 9 સેકેન્ડના વાયરલ વીડિયોમાં લગભગ 50 વર્ષીય શિક્ષક મોહમ્મદ મોઈનુદ્દીન અંસારીએ એક વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો છે.
मामला UP के कुशीनगर के मल्लूडीह कृषक इंटर कॉलेज का है जहाँ मोईनुद्दीन नाम का टीचर हवस का मौलवी बनकर लड़कियों को ब्लैकमेल करके उनके साथ रेप करता था...
अगर आपकी बेटी का टीचर कोई मुस्लिम है,
तो एलर्ट हो जाइए...
बेटी आपकी, जिम्मेदारी आपकी 🙏 pic.twitter.com/8vwQ9fwXyT
— Sakshi Sonam ... 👭 (@Sakshi__Sonam__) April 8, 2025
વિદ્યાર્થીની સાથે સ્કાઉટ ગાઈડ રૂમમાં દુષ્કર્મ
સ્થાનિક યુવકોએ જણાવ્યું કે આ કૃત્ય આરોપી વિદ્યાર્થીની સાથે સ્કાઉટ ગાઈડ રૂમમાં કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં જોયા બાદ જાણવા મળ્યું કે કોઈ વિદ્યાર્થીએ બારીમાંથી આ રેકોર્ડિંગ કર્યું હતું. લોકોનું કહેવું છે કે આરોપી શિક્ષકે વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં માર્ક્સ આપવાની લાલચમાં આ દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી મુજબ આ પહેલા પણ ઘણી વિદ્યાર્થિનીઓ તેનો શિકાર બની ચુકી છે. જોકે આ અંગે કોઈએ ફરિયાદ કરી નથી. શિક્ષકની ઘૃણાસ્પદ કૃત્યથી નારાજ સ્થાનિક લોકોએ કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી અને બરતરફીની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સીઓ કુંદન સિંહે જણાવ્યું છે કે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે