કોણ છે એ યુવતી? જેની ઉશ્કેરણીથી આરોપીઓએ હુમા કુરૈશીના ભાઈની કરી હત્યા, VIDEO વાયરલ

Huma Qureshi Cousin Murder Case: બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની અંગત વિવાદમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં એક યુવતીનું નામ સામે આવી રહ્યું છે, જેની ઉશ્કેરણી પર આરોપીઓએ આ ગુનો કર્યો હતો.

કોણ છે એ યુવતી? જેની ઉશ્કેરણીથી આરોપીઓએ હુમા કુરૈશીના ભાઈની કરી હત્યા, VIDEO વાયરલ

Huma Qureshi Cousin Murder Case: દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે રૂવાંટા ઉભા કરી દે તેવી છે. અહીં બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની અંગત ઝઘડામાં ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. નિઝામુદ્દીન વિસ્તારના જંગપુરા ભોગલ લેનમાં રહેતા આસિફ કુરેશીનો ગુરુવારે રાત્રે તેમના પડોશીઓ સાથે તેમની સ્કૂટી પાર્ક કરવાને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ આસિફની છાતી પર તીક્ષ્ણ વસ્તુથી હુમલો કર્યો, જેના કારણે તેમનું મોત નીપજ્યું. આ કેસમાં એક યુવતીનું નામ સામે આવી રહ્યું છે, જેની ઉશ્કેરણી પર આરોપીએ હુમા કુરેશીના ભાઈ પર હુમલો કર્યો હતો.

કોણ છે આ યુવતી?
ઘટના બાદ આસિફના પરિવારની ફરિયાદ પર પોલીસે આરોપી ભાઈઓ ઉજ્જવલ અને ગૌતમ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડા દરમિયાન એક યુવતીએ આરોપી ઉજ્જવલ અને ગૌતમને આસિફને મારવા માટે ઉશ્કેર્યા હતા. ઝઘડા દરમિયાન આ યુવતીએ ઘણી વખત 'માર માર માર માર' કહ્યું હતું. મળતી માહિતી મુજબ, આ યુવતીનું નામ શૈલી છે.

— Press Trust of India (@PTI_News) August 8, 2025

ઘટનાના સીસીટીવી ફૂટેજ
આ દરમિયાન  ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપીઓ હુમાના ભાઈ આસિફને કેવી રીતે માર મારી રહ્યા છે. જ્યારે, પાછળથી એક યુવતીનો અવાજ આવી રહ્યો છે, જે ઘણી વખત 'માર માર માર માર' કહેતી સંભળાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

શું બોલી આસિફની પત્ની?
આસિફની પત્ની સૈનાઝ કુરેશીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ ગયા વર્ષે નવેમ્બરમાં પણ સ્કૂટી પાર્કિંગને લઈને આસિફ સાથે ઝઘડો કર્યો હતો. આસિફના ભાઈ જાવેદે જણાવ્યું કે આરોપીઓએ નજીવી બાબતે તેના ભાઈની ક્રૂરતાથી હત્યા કરી હતી. હુમા કુરેશીના પિતા અને આસિફના કાકા સલીમે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને સજાની માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news