હાર્ટ એટેકથી બચવાની 5 ટિપ્સ, દરરોજ ફોલો કરશો તો હૃદય હંમેશા રહેશે સ્વસ્થ અને સુપર એક્ટિવ

Heart Attack Prevention Tips: હાર્ટ એટેકની ઘટનાઓ આજના સમયમાં સામાન્ય બની ગઈ છે. જો આપણે દરરોજ કેટલીક આદતો અપનાવીએ તો હાર્ટને હેલ્ધી અને સુપર એક્ટિવ રાખી શકીએ છીએ. 

 હાર્ટ એટેકથી બચવાની 5 ટિપ્સ, દરરોજ ફોલો કરશો તો હૃદય હંમેશા રહેશે સ્વસ્થ અને સુપર એક્ટિવ

Daily Habits For Heart Health: આજના વ્યસ્ત જીવનમાં ખોટા ખાનપાન અને તણાવને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો ચે. આજકાલ યુવા લોકો પણ આ બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. પરંતુ તમે કેટલીક સારી આદતો દ્વારા તમારા હાર્ટને લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી રાખી શકો છો. આ લેખમાં અમે તમને એવી પાંચ ટિપ્સ જણાવીશું, જેને ફોલો કરવાથી તમારૂ હ્રદય ન માત્ર હેલ્ધી થશે પરંતુ સુપર એક્ટિવ રહેશે. તો આવો જાણીએ તે પાંચ જરૂરી ટિપ્સ જે તમારા હ્રદયને નવી તાકાત આપશે.

હાર્ટ એટેકથી બચવા માટે અપનાવો આ ઉપાય (Follow These Measures To Avoid Heart Attack)
1. દરરોજ વોક કે એક્સરસાઇઝ કરો

શરીરને એક્ટિવ રાખવું હાર્ટ માટે સૌથી જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોક કરો. હળવી કસરત જેમ કે યોગ, સ્ટ્રેચિંગ કે સાયકલિંગ પણ ફાયદાકારક છે. તેનાથી બ્લડ સર્કુલેશન સારૂ રહે છે અને હાર્ટ મજબૂત બને છે.

2. હેલ્ધી ડાયટ અપનાવો
જે ભોજન આપણે કરીએ તે આપણા હ્રદયનું સ્વાસ્થ્ય નક્કી કરે છે. લીલા શાકભાજી, ફળ, ઓટ્સ, નટ્સ અને ફાઇબર યુક્ત વસ્તુનું સેવન કરો. તળેલી વસ્તુ, વધુ નમક અને સુગરવાળા ભોજનનું સેવન ઓછું કરો. ઓમેગા-3 ફેટી એસિડ (જેમ કે માછલી, અળસીના બીજ) હાર્ટ માટે સારા છે.

3. તણાવથી દૂર રહો
વધુ તણાવ હ્રદય પર ખરાબ અસર કરે છે. દરરોજ થોડો સમય મેડિટેશન કે ઉંડો શ્વાસ લેવાની પ્રેક્ટિવ કરો. પોઝિટિવ વિચાર રાખો અને નાની-નાની વાત હ્રદય પર ન લો. સારી ઊંઘ લો, કારણ કે ઊંઘની કમી હાર્ટની બીમારીનું કારણ બની શકે છે.

4. સ્મોકિંગ અને દારૂથી દૂર રહો
ધૂમ્રપાન અને વધુ દારૂ પીવો હાર્ટ માટે નુકસાનકારક છે. જો તમે સ્મોકિંગ કરો છો તો તેને છોડવાનો પ્રયાસ કરો. દારૂનું સેવન બંધ કરો. તેનાથી હાર્ટની ધમનિઓ સાફ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

5. સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવો
ઘણીવાર હાર્ટની બીમારી લક્ષણો વગરની હોઈ શકે છે. વર્ષમાં એકવાર બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સુગરની તપાસ કરાવો. જો પરિવારમાં હાર્ટની બીમારીનો ઈતિહાસ છે તો સાવચેત રહો. ડોક્ટરની સલાહથી સમય-સમય પર ઈસીજી કે અન્ય ટેસ્ટ કરાવવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

હ્રદયનું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે. જો આપણે દરરોજ આ પાંચ આદતો અપનાવીશું તો હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ ન માત્ર હાર્ટને મજબૂત બનાવે છે, પરંતુ શરીરને એનર્જેટિક અને એક્ટિવ રાખે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news