કેમ 11A સીટને નફરત કરે છે વિમાન યાત્રી, આ સીટ પર બેસવાને કારણે બચી ગયો વિશ્વાસનો જીવ
Air India Plane Crash: બોઇંગ 787 ડ્રીમલાઈનર (એઆઈ171) ની 11એ સીટ પર બેઠેલ રમેશ ચમત્કારી રૂપથી બચી ગયો. તે બ્રિટિશ નાગરિક છે અને પોતાના પરિવારને મળવા 45 વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ સાથે ભારત આવ્યો હતો.
Trending Photos
અમદાવાદઃ વિશ્વાસ કુમાર રમેશ, ગુરૂવારે બપોરથી માત્ર આ નામની ચર્ચા છે. હકીકતમાં રમેશ એકમાત્ર યાત્રી છે, જે ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં જીવિત છે. તેનું મોટું કારણ તેની સીટ એટલે કે 11A માનવામાં આવી રહી છે. સામાન્ય રીતે યાત્રી આ સીટ પર બેસવાથી બચે છે. આંકડા જણાવે છે કે આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના કેમ સર્જાય તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
કેમ યાત્રી 11A સીટથી બચે છે
રમેશનો સીટ નંબર પણ 11એ હતો. ગયા વર્ષે, ધ સન સાથે વાત કરતી વખતે, ફ્લાઇટ એટેન્ડન્ટ્સે કહ્યું હતું કે મુસાફરો 11એ અને 11એફ પર બેસવાનું ટાળે છે કારણ કે તે વિમાનની બરાબર મધ્યમાં સ્થિત છે અને તેથી તેમને વિમાનમાંથી ઉતરવાની છેલ્લી તક મળે છે. બંને બેઠકો વિન્ડો સીટ છે. તેઓએ કહ્યું હતું કે, 'જો તમે વિમાનમાંથી ઝડપથી ઉતરવા માંગતા હો, તો કોઈપણ કિંમતે 11મી હરોળની બેઠકો ટાળો.'
સીટ 11A ને પણ ખરાબ માનવામાં આવે છે કારણ કે અહીં બેઠેલા મુસાફરોને વધુ દૃશ્ય જોવા મળતું નથી. આનું મુખ્ય કારણ સામાન્ય રીતે નાની બારી હોય છે. ફ્લાઇટ રડાર 24 ના એક નિષ્ણાત કહે છે કે બોઇંગની એસી સિસ્ટમને કારણે, ક્યારેક સીટ 11A માં બારી હોતી નથી.
કઈ રીતે બચી ગયો રમેશ
બોઇંગ 787 ડ્રીમલાઈનર (AI171) ની 11એ સીટ પર બેસેલ રમેશ ચમત્કારીક રીતે બચી ગયો. તે બ્રિટિશ નાગરિક છે અને પોતાના પરિવારને મળવા માટે 45 વર્ષીય ભાઈ અજય કુમાર રમેશની સાથે ભારત આવ્યો હતો. બંને ભાઈઓ અલગ રોમાં બેઠા હતા. આ વ્યક્તિએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં કહ્યું- જ્યારે હું ઉઠ્યો તો મારી સામે મૃતદેહો પડ્યા હતા. હું ડરી ગયો અને ઉભો થઈ ભાગ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં નાખી હોસ્પિટલ લઈ ગયા.
દુર્ઘટના
એર ઈન્ડિયા પ્રમાણે વિમાનમાં સવાર 230 યાત્રીકોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગલના નાગરિક હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાયલટ અને ક્રૂના 10 સભ્યો હતા. બોઇંગ ડ્રીમલાઇન ટેકઓફ કર્યા બાદ તત્કાલ નીચે આવ્યું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે