જો પાંચથી દસ સેકન્ડનો ફેર પડ્યો હોત આજે મૃત્યુંઆંક અનેક ઘણો હોત, 1200 બેડની હોસ્પિટલ પર પડ્યું હોત પ્લેન
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 265 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક ઘોડા કેમ્પ પાસે સ્ટુડન્ટ મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલ બિલ્ડીંગ પાસે જે પ્લેન ક્રેશની ઘટના બની છે.
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટથી બપોરે 1.10 વાગે એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયા બાદ જ થોડી જ મીનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની મેસ બિલ્ડીંગ અને પીજી રેસિડેન્ટ હોસ્ટેલ બિલ્ડીંગો પાસે પ્લેન ક્રેશ થયું હતું.
તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી હોત..
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં આમ તો હૃદય કંપાવનારી અને અત્યત કરૂણ છે પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્લેન ક્રેશ થયુ ત્યાંથી સૌથી મોટી એવી 1200 બેડ હોસ્પિટલ માત્ર 500 મીટર જ દૂર હતી. જો થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી વધારે હોત.
મોટી સંખ્યામાં દર્દીઓ-સ્ટાફના મૃત્યુ થાત
મહત્વનું છે કે જો હોસ્પિટલ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થયુ હોત તો મુસાફરો ઉપરાંત અનેક મોટી સંખ્યામાં દર્દીઓ-સ્ટાફના મૃત્યુ થાત અને અનેક ગણા લોકો ઘાયલ થયા હોત. કદાચ પરિસ્થિતિને કાબુમાં લેવુ પણ અશક્ય થઈ જાત ઉપરાંત આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકો પણ હતા. પ્લેન ક્રેશની આ ઘટના જ્યાં બની ત્યાં થોડે એટલે કે 500 મીટર દૂર જ અમદાવાદ સિવિલની સૌથી મોટી એવી 1200 બેડની હોસ્પિટલ હતી.
જો પાંચથી દસ સેકન્ડનો ફેર પડ્યો હોત આજે..
આ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં દર્દીઓ, ડોક્ટરી, નર્સ સ્ટાફથી માંડી અન્ય સ્ટાફ હતો. જો પાંચથી દસ સેકન્ડનો ફેર પડ્યો હોત અને થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત 1200 બેડ હોસ્પિટલ પર પણ પ્લેન પડી શકત. પરંતુ સદનસીબે પ્લેન ક્રેશ 1200 બેડની હોસ્પિટલથી 500 મીટર દૂર થયુ હતુ.ઉપરાંત બપોરના સમયે જ્યારે પ્લેન કેશની ઘટના બની ત્યારે મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલે બિલ્ડીંગોમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરો હતો.
એટલુ જ નહીં મેઘાણી નગરના આ થોડા કેમ્પ વિસ્તાર પહેલા નરોડા-મેમ્કો નજીકના વિસ્તારમાં જો ક્રેશની ઘટના બની હોત તો પણ અનેક રહેણાંક વિસ્તારો-ભીડભાડ-ટ્રાફીકનો વિસ્તારમાં હજુ પણ મોટી જાનહાની થઈ શકી હોત. ઘટના બન્યાની થોડી જ મિનિટો પહેલા 1 વાગ્યાની આસપાસ સ્ટુડન્ટસ-રેસિડેન્ટ આ ઉપરાંત પ્લેન ક્રેશ થયુ ત્યાં આસપાસ ઘોડા કેમ્પ અને એસઆરપીએફનો ખુલ્લો વિસ્તાર પણ છે. ત્યાંથી થોડા જ અડધો કિલોમીટર દૂર સૌથી વધુ ભીડભાડવાળો ચમનપુરા-અસારવા વિસ્તાર પણ આ આવેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે