Skin Care: લીંબુનો રસ આ વસ્તુઓ સાથે મિક્સ કરી ચહેરા પર લગાડો, બધા જ ડાઘ થશે સાફ, મળશે ઈવન ટોન સ્કિન
Skin Care With Lemon: ચહેરા પરના ડાઘ ધબ્બા દુર થાય અને સ્કિન પર ઈવન ટોન જોવા મળે તે માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબુના રસને યોગ્ય વસ્તુ સાથે મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરવાથી સારું રિઝલ્ટ જોવા મળી શકે છે.
Trending Photos
Skin Care With Lemon: દરેક યુવતી ફ્લોલેસ અને ઈવન ટોન સ્કિન ઈચ્છે છે. પરંતુ ડાઘ, ધબ્બા, ડેડ સ્કિન, ફેશિયલ હેરના કારણે સ્કિન ફ્લોલેસ દેખાતી નથી. ખાસ કરીને ચહેરા પર દેખતા ડાર્ક પેચને દુર કરવા માટે લોકો મોંઘા પ્રોડક્ટ યુઝ કરવાથી લઈને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ જોઈએ એવું રીઝલ્ટ ઘણીવાર મળતું નથી.
આ સમસ્યાને દુર કરવા અને સ્કિન પરથી ડાઘ કાઢવામાં લીંબુનો રસ ઉપયોગી સાબિત થાય છે. જો કે લીંબુના રસનો ઉપયોગ કરવાની રીત યોગ્ય હોય તે જરૂરી છે. ચહેરા પરના ડાઘ દુર કરવા હોય તો લીંબુના રસ સાથે કેટલીક વસ્તુઓ મિક્સ કરી તેને સ્કિન પર અપ્લાય કરો. લીંબુ સાઈટ્રિક એસિડથી ભરપુર હોય છે તેથી તેનો ઉપયોગ કરવામાં સાવધાની પણ રાખવી જોઈએ. પેચ ટેસ્ટ કર્યા પછી જ સ્કિન પર લીંબુ અપ્લાય કરવું.
લીંબુના રસનો ઉપયોગ કરવાની રીત
લીંબુનો રસ અને એલોવેરા
ચહેરા પરના ડાઘ-ધબ્બા દુર કરવા માટે લીંબુના રસમાં એલોવેરા જેલ મિક્સ કરી લગાડી શકાય છે. જેનાથી સ્કિન ફ્લોલેસ દેખાય છે. 2 ચમચી એલોવેરા જેલમાં થોડો લીંબુનો રસ મિક્સ કરવો.
લીંબુનો રસ અને ગુલાબજળ
ચહેરાની ચમક વધારવા માટે લીંબુનો રસ અને ગુલાબજળ પણ ઉપયોગી છે. ડાઘ દુર કરવા માટે 2 ચમચી ગુલાબજળમાં 4 થી 5 ટીપા લીંબુના રસ મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો. નિયમિત ઉપયોગથી સ્કિન પર ગ્લો વધે છે.
બટેટાનો રસ અને લીંબુ
બટેટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ઉમેરી સ્કિન પર અપ્લાય કરો. જો ગરદનની ત્વચા વધારે કાળી હોય તો આ મિશ્રણ બેસ્ટ છે. નિયમિત બટેટાનો રસ અને લીંબુ અપ્લાય કરવાથી ગરદન પરનો મેલ દુર થઈ જાય છે.
લીંબુનો રસ અને ગ્લિસરીન
લીંબુના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેનાથી સ્કિન હાઈડ્રેટેડ રહે છે. આ મિશ્રણ ત્વચાને સોફ્ટ અને સુંદર બનાવે છે. 2 ચમચી ગ્લિસરીનમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે