અબુધાબીથી આવેલી મહિલા મુસાફરે કર્યો મોટો કાંડ! 15 આઈફોન, કરોડોનો ગાંજો સહિત આ વસ્તુઓ ઝડપાઈ

Ahmedabad News: અમદાવાદ પરથી દાણચોરી અને ડ્રગ્સ તથા હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી વધતાં સેન્ટ્રલ એજન્સીઓએ વોચ વધારી છે. ડીઆરઆઇની ટીમ પણ એરપોર્ટ પરથી શંકાસ્પદ મુસાફરો પર નજર રાખી રહી છે. ડીઆરઆઇની ટીમને બાતમી મળી હતી કે થાઇલેન્ડ બેંકોકથી આવી રહેલી એક મહિલા પોતાની સાથે હાઇબ્રીડ ગાંજો લઇને આવી રહી છે. 

અબુધાબીથી આવેલી મહિલા મુસાફરે કર્યો મોટો કાંડ! 15 આઈફોન, કરોડોનો ગાંજો સહિત આ વસ્તુઓ ઝડપાઈ

Ahmedabad News: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ડ્રગ્સ અને ગાંજાનું પ્રવેશ દ્વાર બની ગયું છે. ત્યારે જ વધુ એક વખત બેંકોકથી આવતી ફ્લાઇટમાંથી રૂપિયા સાડા છ કરોડનો 6.5 કીલો ગાંજો ડીઆરાઇએ ઝડપી લીધો હતો. જ્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટે એરપોર્ટ પરથી 9500 ગ્રામશુદ્ધ કેરસ અને 15 આઇફોન 16 પ્રો તથા ચાર આઇવોચ કબજે લીધી હતી. આ દાણચોરીનો માલ કોના માટે લાવવામાં આવતો હતો. તેની તપાસ ચાલી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં લગભગ બસ્સો રૂપિયાનો ગાંજો અને ડ્રગ્સ એરપોર્ટ પરથી પકડાયું છે.

ફ્લાઇટ અમદાવાદ પહોંચ્યા બાદ મુસાફરો ઇમીગ્રેસની ક્લીયરન્સમાં હતા ત્યારે જ ડીઆરઆઇની ટીમે એક મહિલાની પૂછપરછ કરી હતી. જેની પાસેથી 6.5 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો ડીઆરઆઈની ટીમે આ સાડ છ કરોડનો ગાંજો કબજે લઇને મહિલની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી છે. તે કોના માટે ગાંજો લઇને આવી હતી તેની તપાસ ચાલી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બેમહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ બસ્સો કિલો ગાંજો ઝડપાયો છે.

જયારે અન્ય એક કેસમાં અબુધાબીથી આવી રહેલી  ફ્લાઇટમાં એક મુસાફર 9500 ગ્રામ કેસર લઇને આવી રહ્યો હોવાની બાતમી કસ્ટમ્સની ટીમને મળી હતી. જેને પગલે કસ્ટમ્સની ટીમ જેતે મુસાફરને અટકાવી તેની તપાસ કતરાં તેની પાસેથી 9500 ગ્રામ શુદ્ધ કેસર મળી આવ્યું હતું. જ્યારે 15 આઇફોન પ્રો તથા 4 આઇ વોચ પણ મળી આવી હતી. દામચોરીની આ તમામ વસ્તુઓ કસ્ટમ્સની ટીમે કબજે લઇને વધુ તપાસ આદરી છે. 

થોડા સમય પહેલાજ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીની કરોડો રૂપિયાની ગડીયાળો પણ કસ્ટમ્સની ટીમે કબજે લઇને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આવી ઘણી એન્ટીક વસ્તુઓની દાણચોરી કરવામાં આવતી હોવાની વિગતો ડિપાર્ટમેન્ટને મળતાં ડિપાર્ટમેન્ટ દ્વારા તેની તપાસ ચાલી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news