Flawless Skin: સ્કિન ડિટોક્સ કરવાની નેચરલ રીત, ત્વચા અંદરથી સાફ થઈ જશે, ખીલ એકવાર મટ્યા પછી ફરી નહીં થાય

How To Get Flawless Skin: ફેસવોશ કરવાથી સ્કિન ફક્ત ઉપરથી સાફ થાય છે. પરંતુ સુંદર અને બેદાગ ત્વચા માટે સ્કિનની અંદરથી સફાઈ કરવી પણ જરુરી છે. આજે તમને સ્કિનની એકઠી થતી ગંદકીને સાફ કરવાની નેચરલ રીત જણાવીએ. આ કામ કરવાથી સ્કિન ડિટોક્સ થશે.
 

Flawless Skin: સ્કિન ડિટોક્સ કરવાની નેચરલ રીત, ત્વચા અંદરથી સાફ થઈ જશે, ખીલ એકવાર મટ્યા પછી ફરી નહીં થાય

How To Get Flawless Skin: જો તમે સ્કિન કેર રુટીન સારી રીતે ફોલો કરો છો તેમ છતાં તમને સ્કિનની અલગ અલગ સમસ્યા સતાવે છે તો આ સમસ્યાઓ એ વાતનો ઈશારો છે કે તમારી સ્કિનને ડીપ ક્લિનિંગની જરૂર છે. ત્વચાની સમસ્યાઓ જેમકે ખીલ, ડાઘ-ધબ્બા, બેજાન ત્વચા, કરચલીઓથી બચવા માટે ત્વચાને સમયાંતરે અંદરથી સાફ કરવી પણ જરૂરી છે. 

સ્કિનને તમે નેચરલ ડિટોક્સ કરી શકો છો. સ્કિન અંદરથી સાફ હશે તો ત્વચા ખીલેલી અને ફ્લોલેસ દેખાશે. ત્વચાને અંદરથી સાફ કરવાના 5 સ્ટેપ્સ વિશે તમને જણાવીએ. 

સ્કિન ડિટોક્સ કરવાના 5 સ્ટેપ

1. પાણી શરીર માટે અમૃત છે. પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. તેનાથી ત્વચા હાઈડ્રેટ અને ચમકદાર બને છે. સ્કિનને અંદરથી સાફ રાખવી હોય તો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

2. ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. જેની અસર ત્વચા પર પણ દેખાય છે. શરીરને જરૂરી ફાઈબર પુરુ પાડવા માટે ફળ, શાકભાજી, આખા અનાજ, દાળ ડાયટમાં સામેલ કરો.

3. પાલક, સરસવના પાન અને અન્ય લીલા પાનવાળા શાકભાજી નિયમિત ખાવા જોઈએ. તેનાથી વિટામિન, ખનિજ અને એન્ટી ઓક્સીડન્ટ શરીરને મળે છે. આ પોષકતત્વો કોલેજનનું ઉત્પાદન વધારે છે. 

4. જો તમે ઊંઘ બરાબર નથી કરતા તો તેની અસર પણ ત્વચાને થાય છે. ત્વચાની સુંદરતા વધે તે માટે પુરતી ઊંઘ જરૂરી છે. તેથી રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ કરવાનો પ્રયત્ન કરો.

5. વ્યાયામ ફક્ત શરીર માટે નહીં પરંતુ ત્વચા માટે પણ જરૂરી છે. કસરત કરવાથી પરસેવો નીકળે છે અને પરસેવાના માધ્યમથી વિષાક્ત પદાર્થો શરીરમાંથી નીકળી જાય છે. સાથે જ બ્લડ સર્કુલેશન પણ સુધરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news