મિત્રો બન્યા દુશ્મન! ટ્રમ્પે સરકારી કોન્ટ્રાક્ટ મુદ્દે આપી ધમકી તો મસ્કે પણ આપ્યો જોરદાર વળતો જવાબ

અમેરિકામાં હાલ નવા નવા રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ચોંકાવનારા નિર્ણયોથી દુનિયાને તો સ્તબ્ધ કરી જ રહ્યા છે પરંતુ તેમનું વર્તન હવે તેમના જ નજીકના લોકોને પણ તેમના જાણે દુશ્મન બનાવી રહ્યા હોય તેવું લાગે છે. આવું જ કઈક હાલમાં એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોવા મળી રહ્યું છે. 

મિત્રો બન્યા દુશ્મન! ટ્રમ્પે સરકારી કોન્ટ્રાક્ટ મુદ્દે આપી ધમકી તો મસ્કે પણ આપ્યો જોરદાર વળતો જવાબ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મિત્રતા હવે ખુલીને દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. ટ્રમ્પે મસ્કની કંપનીઓના સરકારી કોન્ટ્રાક્ટ અને સબસિડી ખતમ કરવાની ધમકી આપી છે ત્યારે મસ્કે પણ જોરદાર પલટવાર કરતા ટ્રમ્પને પદ પરથી હટાવવાની એટલે કે મહાભિયોગ સંલગ્ન પોસ્ટને સમર્થન આપીને નવી ચર્ચા છેડી છે. વાત જાણે એમ છે કે ટ્રમ્પની ધમકી બાદ મસ્કની કંપનીઓ જેમ કે ટેસ્લા અને સ્પેસએક્સને મોટો ફટકો પડી શકે તેમ છે. 

ટ્રમ્પે Truth Social પર લખ્યું કે અમારા બજેટથી અબજો ડોલર બચાવવાની સૌથી સરળ રીત છે- એલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટ્સ ખતમ કરી દેવા. મને હંમેશા નવાઈ લાગતી હતી કે બાઈડેને આવું પહેલા કેમ ન કર્યું. 

મસ્કની મોટી જાહેરાત
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સરકારી  કોન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપ્યા બાદ મસ્કે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સ્પેસએક્સ હવે પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટને ડીકમીશન (બંધ) કરવાનું શરૂ કરશે. 

— Elon Musk (@elonmusk) June 5, 2025

જો કે એલોન મસ્કે ટ્રમ્પના નિવેદન પર એક શબ્દમાં પલટવાર કરતા લખ્યું કે 'Whatever' એટલે કે જેવી તમારી મરજી. 

ટેસ્લાના શેરોમાં ભારે કડાકો
વોલ સ્ટ્રીટમાં મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. ટેસ્લાના શેર  14.3% તૂટ્યા અને કંપનીની માર્કેટ વેલ્યુમાં લગભગ 150 બિલિયનનો ફટકો પડ્યો. જે ટેસ્લાના ઈતિહાસની સૌથી મોટી એક દિવસની પછડાટ છે. શેર બજાર બંધ થયાની ગણતરીની મિનિટો બાદ મસ્કે એક્સ પર એક પોસ્ટના જવાબમાં લખ્યું કે યસ. જેમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની વાત કરાઈ હતી. 

— Elon Musk (@elonmusk) June 5, 2025

શું છે ડ્રેગન
ડ્રેગન સ્પેસ એક્સનું મુખ્ય ક્રુ અને કાર્ગો યાન છે, જે નાસા માટે ISS પર મિશન મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. આ અમેરિકા તરફથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી માણસોને લઈ જનારી એકમાત્ર પ્રાઈવેટ સિસ્ટમ છે. 

મસ્કનો ઈવી આદેશ ખતમ કર્યો તો તે પાગલ થઈ ગયો- ટ્રમ્પ
એક અન્ય પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે એલોન ધૂંધવાયો હતો તો તે તેને જવા માટે  કહ્યું. મે તેનું ઈવી મેન્ડેટ પાછું લીધુ જે હેઠળ તમામે ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે મજબૂર થવું પડ્યું હતું. જેને કોઈ બીજુ ખરીદવા માંગતુ નહતું. જો કે એલોન બહુ પહેલેથી જાણતો હતો કે હું આમ કરવા જઈ રહ્યો છું, અને તે પાગલ થઈ ગયો. 

મારા વગર ટ્રમ્પ ચૂંટણી હારી જાત- મસ્ક
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે આ શાબ્દિક યુદ્ધ અહીં જ ન અટક્યું. મસ્કે પણ અંગત હુમલા કર્યા અને દાવો કર્યો કે મારા વગર ટ્રમ્પ ચૂંટણી હારી જાત. મે તેમની વાપસી માટે ઓછામાં ઓછા 250 મિલિયન ડોલર ખર્ચ્યા અને હવે જુઓ કેટલું અહેસાન ફરામોશ વલણ. મસ્કે એ પણ યાદ અપાવ્યું કે હમણા સુધી તેઓ વ્હાઈટ હાઉસ તરફથી DOGE ના ચીફ હતા, જે સરકારી ફાલતુ ખર્ચા પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news