Hair Care: ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી ત્યાં લગાડો જ્યાંથી વાળ ખરી ગયા હોય, થોડા જ દિવસમાં કાળા વાળ દેખાવા લાગશે

Hair Care: વાળ ખરતા હોય તે ગંભીર સમસ્યા ત્યારે બની જાય છે જ્યારે ખરતા વાળની જગ્યાએ નવા વાળ ઉગે નહીં. આવું થાય તો માથામાં ટાલ દેખાવા લાગે છે. જો માથામાં ટાલ પડવાની શરુઆત થઈ ગઈ હોય તો ડુંગળીના રસના આ ઉપાય તમને મદદરુપ સાબિત થઈ શકે છે.
 

Hair Care: ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી ત્યાં લગાડો જ્યાંથી વાળ ખરી ગયા હોય, થોડા જ દિવસમાં કાળા વાળ દેખાવા લાગશે

Hair Care: હેર ફોલની સમસ્યા પુરુષો અને મહિલાઓ બંને માટે સામાન્ય છે. સ્ત્રી હોય કે પુરુષ બંને આજના સમયમાં ખરતા વાળની ફરિયાદ કરે છે. પરંતુ ચિંતા  ત્યારે વધી જાય છે જ્યારે માથામાં નવા વાળ ઉગવાની પ્રક્રિયા અટકી જાય છે. વાળ ખરે પછી નવા વાળ ન ઉગે તો માથામાં ટાલ દેખાવા લાગે છે. ટાલમાં નવા વાળ ઉગે તે માટે પણ ઘણા લોકો મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં રહેલા કેમિકલ વાળને વધારે નુકસાન કરી શકે છે. તેનાથી સારું તો એ રહે કે વાળ ખરવાની શરૂઆત થાય ત્યારે તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવો. આ ઉપાયોથી ખરેલા વાળની જગ્યાએ નવા વાળ ઝડપથી ઉગી શકે છે. 

વાળમાં લગાડો ડુંગળીનો રસ 

ડુંગળીના રસમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે. તે વાળને ખરતા અટકાવે છે. આ ઉપરાંત ડુંગળીમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળની ઘણી બધી સમસ્યાઓને મટાડે છે. ડુંગળીનો રસ સફેદ વાળ, માથામાં આવતી ખંજવાળ જેવી સમસ્યા પણ ઓછી થઈ જાય છે. હેર  રીગ્રોથ માટે ડુંગળીના રસને તમે અલગ અલગ વસ્તુ સાથે મિક્સ કરીને લગાડી શકો છો. 

ડુંગળીનો રસ અને નાળિયેરનું તેલ 

હેર ફોલની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનો રસ અને નાળિયેર તેલનું મિશ્રણ સૌથી ઉત્તમ ઉપાય છે. નાળિયેર તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે જે વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢો અને તેમાં બે ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણને માથામાં સારી રીતે લગાવો. 45 મિનિટ સુધી આ તેલને રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો. વાળ વધારે પ્રમાણમાં ખાતા હોય તો સપ્તાહમાં ત્રણ વખત આ મિશ્રણ લગાડવું. 

એલોવેરા જેલ અને ડુંગળીનો રસ 

ડુંગળીનો રસ અને એલોવેરા જેલનું મિશ્રણ પણ વાળ માટે લાભકારી છે. તેનાથી વાળ ખરતા અટકે છે. એલોવેરામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ વાળનો ગ્રોથ વધારે છે. તેના માટે 2 ચમચી એલોવેરા જેલમાં 4 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણને વાળના મૂળમાં અને સ્કેલ્પ પર લગાવો. 30 મિનિટ માટે તેને લગાવી રાખો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. સપ્તાહમાં બે વખત આ મિશ્રણનો ઉપયોગ કરશો એટલે વાળ ખરવાનું પ્રમાણ ઘટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news