29 લાખ પુરૂષો 2040 સુધી થઈ શકે છે પ્રાઇવેટ પાર્ટના કેન્સરનો શિકાર, રિપોર્ટમાં દાવો, આ લક્ષણોને હળવાશથી ન લો
Who Is At Risk Of Prostate Cancer: પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ પ્રોસ્ટેટ ગ્રંથિમાં થતા કેન્સરના કેસ આગામી બે વર્ષમાં નોંધપાત્ર રીતે વધી શકે છે. લેન્સેટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંખ્યા 29 લાખ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમે આનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો.
Trending Photos
Health News: પ્રોસ્ટેટ કેન્સર પુરૂષોમાં થનાર પ્રાઇવેટ પાર્ટનું એક જીવલેણ કેન્સર છે. આ કેન્સર સ્પર્મ બનાવનાર પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં ત્યારે શરૂ થાય છે, જ્યારે તેના સેલ્સના ડીએનએમાં ફેરફાર થવા લાગે છે. તેનું જોખમ ખરાબ લાઇફસ્ટાઇલ, 50 વર્ષ કરતા મોટી ઉંમર, કેન્સરની પારિવારિક હિસ્ટ્રીવાળા પુરૂષોમાં વધુ હોય છે. તેના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા ધ લેન્સેટ રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી બે દાયકામાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ બમણા થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે મૃત્યુઆંક લગભગ 85% વધી શકે છે. આ અભ્યાસ મુજબ, આ રોગની વહેલી ઓળખ કરીને અને નિવારક પગલાં અપનાવીને તેની અસર ઘટાડી શકાય છે.
2024 સુધી હશે 29 લાખ પ્રોસ્ટેટ કેન્સરના કેસ
સ્ટડી પ્રમાણે 2020માં નવા પ્રોસ્ટેટ કેન્સરના કેસની સંખ્યા 14 લાખ હતી, જે 2040 સુધી વધી 29 લાખ થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર આ વૃદ્ધિમાં જેનેટિક અને લાઇફસ્ટાઇલ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.
આ લક્ષણોથી સમય રહેતા ઓળખો પ્રોસ્ટેટ કેન્સર
- પેશાબ કરવામાં મુશ્કેલી
- રાત્રે વધુ વારંવાર પેશાબ
- પેશાબને નિયંત્રિત કરવામાં અસમર્થતા
- પેશાબ અથવા વીર્યમાં લોહી
- સ્ખલન દરમિયાન દુખાવો
- નપુંસકતા
- પેટના નીચેના ભાગમાં સતત દુખાવો રહે છે
આ રીતે ખુબનો કરો બચાવ
ફળ, શાકભાજી, સંપૂર્ણ અનાજથી ભરપૂર આહાર પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડે છે. આ સાથે રેગુલર કસરત, વેટ કંટ્રોલ, દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહેવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. આ સિવાય શરૂઆતી સ્ટેજ પર કેન્સરની ઓળખ માટે નિયમિત તપાસ અને સ્ક્રીનિંગ જરૂર કરાવો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે