જો આ એક સામાન્ય આદત નહીં છોડો તો જીવલેણ ઘટનામાં પરિવર્તિત થઈ જશે, અત્યારથી જ ચેતી જજો...
જો કોઈપણ ડિવાઈસના ચાર્જરને ચાર્જિંગ ન થતું હોય ત્યારે પણ પ્લગ-ઈન રાખવામાં આવે તો ચાર્જર અને ડિવાઈસ બંને ખરાબ થઈ શકે છે. આટલું જ નહીં, શોર્ટ સર્કિટ કે આગ જેવી ભયાનક ઘટનાઓ પણ બની શકે છે.
Trending Photos
ચાર્જરને આઉટલેટમાંથી કાઢવું કેટલું જરુરી?
મોબાઈલ ફોન કે અન્ય ડિવાઈસને ચાર્જ કર્યા બાદ ઘણા લોકો ચાર્જરને આઉટલેટમાં પ્લગ કરીને જ છોડી દે છે. આ આદત ખૂબ જ હાનિકારક છે. તેમાં રિસ્ક રહે છે પરંતુ લોકો સામાન્ય રીતે તેને અવગણી કાઢે છે. ચાર્જરને પ્લગ્ડ રાખવાથી અનેક સમસ્યાઓની સંભાવના વધે છે. જેમકે, અનાવશ્યક વીજળીનો વપરાશ, આગ અને શોર્ટ સર્કિટ થવાનો ખતરો. ચાર્જરને આઉલેટની બહાર કાઢવાની ગંભીરતા હોવી જરુરી છે. તેનાથી ઘણી મુશ્કેલીઓને ટાળી શકાય છે. અહીં જાણીશું કે ચાર્જિંગ થયા બાદ ચાર્જરને આઉટલેટમાંથી ન કાઢીએ તો કેવી સમસ્યાઓની સંભાવના રહે છે.
આગની સંભાવના
આજની ટેક-ફોક્સડ દુનિયામાં, ઘરે-ઘરે ફોનના કે અન્ય કોઈ ચાર્જર કાયમને માટે પ્લગ- ઈન કરેલા દેખાય છે, પછી ભલે તેનો વપરાશ થતો હોય કે નહી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ આદત ખૂબ જ ખતરારુપ છે. આ પ્રકારની આદતોને કારણે જ ઘરોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. તમારા ચાર્જર સાથે કોઈ ઉપકરણ કનેક્ટ ન હોય તો પણ તે થોડી-થોડી માત્રામાં વીજળી ખેંચતું રહે છે. આ પ્રકારે સતત એનર્જી ફ્લો થવાથી ચાર્જર હદ કરતાં વધુ ગરમ થઈ શકે છે. જો ચાર્જર સસ્તુ કે જૂનું હોય તો વધારે ગરમ થવાથી તે પીગળવા લાગે છે અને તેમાં ચિંગારી ઉત્પન્ન થાય છે. તેના કારણે ઘણીવાર આગ પણ લાગે છે.
વીજળીનો બિનજરરુરી વરસાદ
જો પ્લગ-ઈન ચાર્જર કોઈપણ ડિવાઈસ સાથે જોડાયેલ ન હોય તો પણ વીજળીનો વપરાશ તો થતો જ હોય છે. ભલે તે ઓછી માત્રામાં હોય પરંતુ લાંબા સમયગાળે તેની માત્રા વધતી જાય છે. જેના કારણે એનર્જીનો બગાડ થાય છે.
ચાર્જરને નુકસાન થાય છે
ચાર્જરને સતત વીજળી મળતી હોય પણ તેનો વપરાશ ન થતો હોય કે કોઈ ડિવાઈસ સાથે જોડાયેલ ન હોય તો ચાર્જરનું ઈન્ટરનલ કંપાઉંડ જલ્દીથી ખરાબ થઈ શકે છે. જેના લીધે ચાર્જર વ્યવસ્થિત રીતે કામ કરતું નથી અને બંધ પડી જાય છે. ક્યારેક અચાનક જ વીજળીના ઝાટકા લાગે, જેમકે વીજળીનો પૂરવઠો રોકવામાં આવે ત્યારે ચાર્જરને નુકસાની પહોંચી શકે છે. આ ઉપરાંત બગડેલ ચાર્જરને ઉપરણ સાથે જોડવાથી તે ડિવાઈસને પણ નુકસાન પહોચી શકે છે. જો ચાર્જરમાં આંતરિક ખરાબી આવે તો શોર્ટ સર્કિટ જેવી ઘટના પણ બની શકે છે. આ કારણોસર ચાર્જરનો ઉપયોગ ન થતો હોય તો તેને અનપ્લગ કરવું જેથી ડિવાઈસ અને ચાર્જર બંને સુરક્ષિત રહે.
ડિસ્ક્લેમર: અહીં આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટી કરતું નથી. સૂચનાઓને અમલમાં મૂકતા પહેલા વિશેષજ્ઞોનની સલાહ લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે