તમારા બાથરૂમમાંથી આ 3 ઝેરી વસ્તુઓને તરત જ બહાર કાઢી નાખો, ડૉક્ટરે ગણાવ્યા જોખમો
ગેસ્ટ્રો એક્સપર્ટ ડો સૌરભ સેઠીએ બાથરૂમમાં રાખેલી કેટલીક ટોક્સિક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે, જે તમારે તત્કાલ ફેંકી દેવી જોઈએ. તેમના પ્રમાણે તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
Trending Photos
બાથરૂમ ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. આપણે દરરોજ બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે ક્યારેક વિચાર્યું હશે કે તેનું કનેક્શન આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. હકીકતમાં બાથરૂમમાં ભેજ હોય છે, જેના કારણે બેક્ટેરિયાના ગ્રોથ માટે તે એક પરફેક્ટ જગ્યા છે. તેવામાં બાથરૂમમાં રાખેલી વસ્તુને સમય સાથે બદલવી જરૂરી છે, બાકી તે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની જાય છે. ફેમસ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર સૌરભ સેઠીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હેલ્થ સાથે જોડાયેલી વાત શેર કરી છે, જેમાં તેમણે બાથરૂમમાં રાખેલી એક એવી વસ્તુનો ઉલ્લેખ કર્યો છે જેને ફેંકી દેવામાં ભલાય છે. તેમના પ્રમાણે આ વસ્તુ ખુબ ટોક્સિક હોય છે અને હેલ્થ પર ખરાબ અસર કરી શકે છે.
જૂના ટૂથબ્રશને બહાર ફેંકી દો
ડોક્ટર સૌરભ સેઠી પ્રમાણે જો તમે બાથરૂમમાં જૂના ટૂથબ્રશ રાખ્યા છે તો તેને તત્કાલ બહાર ફેંકી દો. ડોક્ટર કહે છે કે ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે 75 ટકાથી વધુ લોકો પોતાના ટૂથબ્રશનો ત્રણ મહિના બાદ પણ ઉપયોગ કરે છે, જે બરાબર નથી. હકીકતમાં ત્રણ મહિના બાદ ટૂથબ્રથ પોતાનો 30 ટકા ક્લીનિંગ પાવર ગુમાવી દે છે અને તેમાં બેક્ટેરિયા ગ્રો કરે છે. તેવામાં જો તમારા બાથરૂમમાં ત્રણ મહિના જૂનું ટૂથબ્રશ છે તો તેને બહાર ફેંકી દો.
જૂની રેઝર બ્લેડનો ન કરો ઉપયોગ
ડોક્ટર સેઠી પ્રમાણે તમારે જૂની રેઝર બ્લેડનો ઉપયોગ ન કરવો જોઈએ. જૂની શેવિંગ બ્લેડનો ઉપયોગ કરવાથી સ્કિન ઇરીટેશનનો ખતરો 10 ગણો વધી જાય છે. તેવામાં એક રેઝર બ્લેડનો ઉપયોગ પાંચથી સાત વખત કરો અને ત્યારબાદ તેને ફેંકી દો. જૂની રેઝર બ્લેડનો ઉપયોગ વધુ સમય સુધી કરવાથી સ્કિન ડેમેજ અને ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે.
તમારૂ એન્ટીમાઇક્રોબિયલ માઉથવોશ બહાર કાઢો
ડોક્ટર પ્રમાણે જો તમે એન્ટીમાઇક્રોબિયલ માઉથવોશનો ઉપયોગ કરો છો તો તેને તત્કાલ બંધ કરી દો. ડોક્ટર જણાવે છે કે ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે એન્ટીમાઇક્રોબિયલ માઉથવોશ આપણા માઉથમાં રહેલ ફાયદાકારક બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. તે તમારા ગટ માઇક્રોબાયોમનું બેલેન્સ પણ બગાડી શકે છે. લાંબા સમય સુધી આવા માઉથવોશનો ઉપયોગ કરવાથી ડ્રાઈ માઉથ, કેવિટીઝ અને શ્વાસમાંથી દુર્ગંધ આવવાનો ખતરો વધી જાય છે.
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે