Weight Loss Tips: 1 વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી ખાવા લાગો, ઘટવા લાગશે પેટ પર જામેલી ચરબીના થર

Weight Loss Tips: વધતા વજનને કંટ્રોલ કરવા માટે જો તમે દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરી તેનું સેવન શરુ કરો છો તો ફાયદો ઝડપથી જોવા મળે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે દહીંમાં આ વસ્તુઓ ઉમેરી ખાઈ શકાય છે. તેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
 

Weight Loss Tips: 1 વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી ખાવા લાગો, ઘટવા લાગશે પેટ પર જામેલી ચરબીના થર

Weight Loss Tips: દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો દહીંને કેટલીક વસ્તુઓ સાથે લેવાનું રાખો. કેટલીક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે દહીં વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીં પ્રોબાયોટિક્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ શરીરમાં જામતા ફેટને અટકાવે છે અને તેને ઊર્જામાં બદલવામાં મદદ કરે છે. દહીં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવર ઇટિંગની સંભાવના ઘટે છે. 

એક અધ્યયન અનુસાર નિયમિત રીતે દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવામાં આવે તો પેટની ચરબી ઝડપથી ઘટી શકે છે અને વજન કંટ્રોલમાં આવે છે. વજન ઘટાડવા માટે જો તમે હેલ્થી ડાયટ ફોલો કરતા હોય તો તેમાં એક વાટકી દહીંને આ વસ્તુઓ સાથે લેવાનું રાખો. જો આ કામ કરશો તો તમને બમણો ફાયદો મળશે. તો ચાલો તમને જણાવીએ દહીંમાં કઈ વસ્તુઓ ઉમેરીને ખાવાથી ફાયદો થાય છે. 

દહીં અને કાળા મરી 

દહીંમાં કાળા મરી મિક્સ કરીને ખાવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. કાળા મરીમાં પેપરીન નામનું તત્વ હોય છે જે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને શરીરમાં જમા અતિરિક્ત ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. દહીમાં રહેલું પ્રોટીન અને પ્રોબાયોટિક્સ પાચનતંત્રને મજબૂત કરે છે જેથી ભોજન ઝડપથી પચે છે. 

દહીં અને જીરાનો પાવડર 

જીરું વજન ઘટાડવામાં મદદ કરતો શ્રેષ્ઠ મસાલો છે. તે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને પેટ પર જામેલી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. એક ચમચી શેકેલા જીરાનો પાવડર દહીંમાં મિક્સ કરીને ખાવાથી પાચન સુધરે છે અને ફેટ ઝડપથી ઓછું થાય છે. 

અળસીના બી અને દહીં 

ચરબી ઘટાડવાની પ્રક્રિયામાં અળસીના બી પણ ફાયદાકારક સાબિત થાય છે. અળસીના બી ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. દહીંમાં અળસીના બી ઉમેરીને ખાવાથી બચી શકાય છે. 

ચિયા સીડ્સ અને દહીં 

ચિયા સીડ્સ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જો વજન ઘટાડવું હોય તો દહીંમાં ચિયા સીડ્સ ઉમેરીને ખાવાનું રાખો. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. 

સૂંઠ અને દહીં 

સૂંઠ એટલે કે સૂકા આદુનો પાવડર પણ ફેટ બર્નીંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. જો તમારે ચરબી ઝડપથી ઓછી કરવી હોય તો દહીંમાં અડધી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરીને ખાવાનું રાખો, તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઝડપથી ઘટે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news