Relationship Tips: રિલેશનશીપમાં આ 5 સ્ટેજમાંથી પસાર થાય દરેક કપલ, જાણો અત્યારે તમારા સંબંધો કયા સ્ટેજમાં છે

Relationship Tips: દરેક સંબંધમાં કેટલાક પડાવ એટલે કે સ્ટેજ હોય છે. જેમજેમ આ સ્ટેજ પસાર થાય છે તેમતેમ બે વ્યક્તિ વચ્ચે સંબંધ મજબૂત થાય છે. આજે તમને રિલેશનશીપના 5 સ્ટેજ વિશે જણાવીએ.

Relationship Tips: રિલેશનશીપમાં આ 5 સ્ટેજમાંથી પસાર થાય દરેક કપલ, જાણો અત્યારે તમારા સંબંધો કયા સ્ટેજમાં છે

Relationship Tips: સંબંધો પતિ-પત્નીના હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના હોય કે પછી મિત્રતા દરેક સંબંધ 5 પડાવમાંથી પસાર થાય છે. જ્યારે બે વ્યક્તિ એક સાથે આ 5 સ્ટેજને પાર કરી લે છે તો તેઓ પોતાની મંજિલ સુધી પહોંચે છે એટલે કે તેમના સંબંધો પાક્કા થઈ જાય છે. ખાસ કરીને રોમેન્ટિક સંબંધોની વાત કરીએ તો આ 5 સ્ટેજ સૌથી મહત્વના હોય છે. કપલ આ 5 સ્ટેજમાંથી પસાર થાય છે. જેમ જેમ આ સ્ટેજ પર થાય છે તેમ તેમની વચ્ચેની લાગણી, સમજ અને પ્રેમ વધે છે. તો ચાલો તમને જણાવીએ સંબંધોના 5 સ્ટેજ કયા છે. સાથે જ એ પણ જાણો કે અત્યારે તમારા સંબંધો કયા સ્ટેજ પર છે. 

રિલેશનશિપના 5 પડાવ 

પહેલો પડાવ આકર્ષણ 

રોમેન્ટિક રિલેશનશિપનું પહેલું સ્ટેજ હોય છે એટ્રેક્શન એટલે કે આકર્ષણ. પ્રેમ સંબંધોની શરૂઆત જ આકર્ષણથી થાય છે. જ્યારે તમે કોઈને મળો છો અને તે તમને પસંદ આવી જાય તો તેના વિના તમને બધું અધૂરું લાગે છે. તે વ્યક્તિને જોવાની અને મળવાની સતત ઈચ્છા થાય છે. રિલેશનશિપનું આ પહેલું સ્ટેજ છે. આ સ્ટેજમાં શરીરમાં હોર્મોનલ ફેરફાર પણ થાય છે જે તમારા આકર્ષણને વધારે છે. 

સેકન્ડ લેવલ એકબીજાના થવાની બેતાબી 

રિલેશનશિપનું બીજું સ્ટેજ છે બેતાબી. આ સમયે રોમાન્સ અને પ્રેમ તન મન પર હાવી થઈ જાય છે. આ સમયે એવો હોય છે જ્યારે વાત આકર્ષણથી આગળ વધી હોય અને બે વ્યક્તિને એકબીજાના થઈ જવાની બેતાબી હોય. તેઓ એકબીજાને મળવા, વાતો કરવા માટે કપલ આતુર હોય છે. બે વ્યક્તિ એકબીજાની સાથે સમય પસાર કરવા માટે ઉત્સાહિત હોય છે. આ સમયે પ્રેમમાં રોમાન્સ અને ઉત્સાહની ભરમાર હોય છે. 

ત્રીજું લેવલ ઈમોશનલ સ્ટેજ 

જ્યારે  બે વ્યક્તિ એકબીજા માટે સિરિયસ હોય ત્યારે જ તેઓ ત્રીજા સ્ટેજ સુધી પહોંચે છે. ત્રીજું સ્ટેજ છે એકબીજા સાથે ઈમોશનલી કનેક્ટ થવાનું. કોઈ પ્રયત્ન દ્વારા અન્ય વ્યક્તિને ઈમોશનલી કનેક્ટ કરી શકે નહીં. ત્રીજા સ્ટેજ સુધી આવતા બે લોકોને એકબીજાની પસંદના પસંદ, સુખ દુઃખ અને મોટાભાગની વાતો ખબર પડી ગઈ હોય છે. આ સમયે જો સંબંધ ટકવાના હોય તો તેઓ એકબીજાથી ઇમોશનલી કનેક્ટ થવા લાગે છે. આ સ્ટેજમાં તેઓ કપલ તરીકે મેચ્યોર બિહેવ કરવા લાગે છે. 

ચોથું લેવલ મેક કે બ્રેક 

ત્રીજા સ્ટેજ પર પહોંચ્યા પછી કપલનો પ્રેમ ઉચ્ચતમ સ્તર પર હોય છે. આ સમયે તેમના મનમાં એક જ વિચાર હોય છે કે હવે સંબંધો અહીં પૂરા થઈ જશે નહીં તો આગળ વધશે. બે વ્યક્તિ ચોથા સ્ટેજમાં નક્કી કરે છે કે તેમને સંબંધને નવું નામ આપીને આગળ વધારવા છે કે પછી અલગ થઈ જવું છે. ચોથું સ્ટેજ સૌથી મુશ્કેલ પણ હોય છે. કારણ કે લાંબા સમયથી જે વ્યક્તિ સાથે સમય પસાર કર્યો હોય તેનાથી અલગ થવું કે તેની સાથે રહેવું તે નિર્ણય કરવો મુશ્કેલ હોય છે. 

પાંચમું સ્ટેજ વિશ્વાસ

બે વ્યક્તિ જ્યારે એક સાથે ચોથું સ્ટેજ પસાર કરી લે છે તો તેઓ જીવનભર સાથ નિભાવવા માટે તૈયાર થઈ ગયા હોય છે. ત્યાર પછીનું સ્ટેજ આવે છે વિશ્વાસ કેળવવાનો. બે વ્યક્તિ એકબીજાને સારી રીતે સમજવા લાગે છે અને એકબીજાના પોઝિટિવ અને નેગેટિવ પોઇન્ટ્સને અપનાવવા લાગે છે. આ સમય એવો હોય છે જ્યારે તેમને એકબીજા પર વિશ્વાસ થઈ ગયો હોય છે. આ સ્ટેજ પછી કહી શકાય કે બે વ્યક્તિના સંબંધો ફાઇનલ સ્ટેજમાં છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news