Relationship: Love Bombing એટલે શું ? જાણો શા માટે વધી રહ્યો છે લવ બોમ્બિંગનો ટ્રેડ
Love Bombing: બદલતા સમયમાં યુવાનો માટે પ્રેમનો અર્થ પણ બદલી ગયો છે. યંગ જનરેશનની પ્રેમને લઈ અલગ અલગ ટ્રેંડ ફોલો કરે છે. જેમાંથી એક ટ્રેન્ડ છે લવ બોમ્બિંગ. આ લવ બોમ્બિંગ શું છે ચાલો જાણીએ.
Trending Photos
Love Bombing: પ્રેમની શરુઆત હોય ત્યારે બે વ્યક્તિ એકબીજામાં ઓતપ્રોત રહે છે. એકબીજાની સાથે સતત વાતો કરે છે, ફોન કોલ, મેસેજ પર વખાણ કરવા, ગિફ્ટ આપવી, સ્પેશિયલ ફીલ કરાવવું.. આ બધું જ શરુઆતમાં કરવામાં આવે છે. આ બધું સાંભળવામાં સારું લાગે છે પરંતુ જો આવું વર્તન અચાનક વધારે પડતું થઈ જાય અને સામેની વ્યક્તિ સતત તમારી સાથે ઈમોશનલી કનેક્ટ રહેવાનો પ્રયત્ન કરવા લાગે તો આ સ્થિતિને લવ બોમ્બિંગ કહેવામાં આવે છે.
love bombing એટલે શું
લવ બોમ્બિંગ એક રીતે મનિપુલેટિવ રિલેશનશીપ ટેકનિક છે જેમાં કોઈ એક વ્યક્તિ પોતાના પાર્ટનરને હદ કરતાં વધારે પ્રેમ, સરપ્રાઈઝ અને અટેન્શન આપી તેના પર કંટ્રોલ કરવા ઈચ્છે છે. શરુઆતમાં આ બધું સારું લાગે છે. પરંતુ ધીરે ધીરે પાર્ટનર પોતાના નિર્ણય અને પોતાની મરજી પણ સામેની વ્યક્તિ પર લાદવા લાગે છે. સામેની વ્યક્તિની પર્સનલ સ્પેસ પણ ખતમ થઈ જાય છે. લવ બોમ્બિંગમાં એક પાર્ટનર બીજા પાર્ટનરને પોતાની શરતો પર ચલાવે છે. ટુંકમાં કહીએ તો લવ બોમ્બિંગમાં પાર્ટનર ઓવર કંટ્રોલિંગ હોય છે.
યુવા પેઢીને શા માટે ગમે છે લવ બોમ્બિંગ ?
નવી પેઢી જેને ઝેન ઝી કહેવામાં આવે છે તે ડિજિટલ એજમાં મોટી થઈ છે. અહીંયા સંબંધો જેટલી ઝડપથી બને છે એટલી જ ઝડપથી તુટી જાય છે. સોશિયલ મીડિયા પર પ્રેમ અને અટેંશનના ઓવરલોડના કારણે તેમને કનેકશન અને ઈમોશનલી હાઈ રહેવાની આદત થઈ ગઈ હોય છે. લવ બોમ્બિંગની શરુઆત ખૂબ જ એક્સાઈટિંગ હોય છે. શરુઆતમાં બધું સારું લાગે છે. આ સિવાય આજના સંબંધોમાં કમિટમેંટનો ડર, ઈંસિક્યોરિટી, ફિયર ઓફ મિસિંગ આઉટ જેવી સ્થિતિમાં લવ બોમ્બિંગનો ટ્રેડ વધી રહ્યો છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે