Lord Kuber: ગુજરાતના વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

Lord Kuber Temple: ભગવાન કુબેર ધનના દેવતા છે. ભારતભરમાં ભગવાન કુબેરના ઘણા મંદિરો આવેલા છે. આ મંદિરો વિશે માન્યતા છે કે અહીં દર્શન કરનાર ક્યારેય ખાલી હાથ પરત ફરતા નથી. આ મંદિરે દર્શન કરવાથી વ્યક્તિની પૈસા સંબંધિત સમસ્યા દુર થઈ જાય છે. આવું જ એક મંદિર ગુજરાતમાં પણ આવેલું છે.
 

Lord Kuber: ગુજરાતના વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

Lord Kuber Temple: ભારત દેશમાં મંદિરો અને અધ્યાત્મનું વિશેષ મહત્વ છે. અહીં કોઈ શહેર કે ગામ એવું નહીં મળે જ્યાં મંદિર કે પૂજા સ્થળ ન હોય. તેમાંથી કેટલાક મંદિર ખાસ હોય છે. આવા મંદિર તેના ચમત્કારી પ્રભાવના કારણે પ્રખ્યાત થઈ જાય છે. આજે તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવીએ જેના વિશે માનવામાં આવે છે કે આ મંદિરે દર્શન કરનાર વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તે દૂર થઈ જાય છે. 

ભારતમાં ધનના દેવતા કુબેરને સમર્પિત કેટલાક મંદિર આવેલા છે. ભગવાન કુબેર ધનના દેવતા છે. આ મંદિરો વિશે એવું કહેવાય છે કે અહીં દર્શન કરનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ પરત ફરતા નથી. આ મંદિરોમાં જે પણ વ્યક્તિ દર્શન કરવા જાય છે તેના પર ભગવાન કુબેરની કૃપા રહે છે અને તેના જીવનમાંથી ગરીબી દૂર થઈ જાય છે. આજે તમને ભગવાન કુબેરને સમર્પિત કેટલાક ચમત્કારી મંદિર વિશે જણાવીએ. 

ભગવાન કુબેર ધનના અને યક્ષોના રાજા માનવામાં આવે છે. માન્યતા છે કે દેવોના કોષાધ્યક્ષ કુબેરના યંત્ર કે મૂર્તિની પૂજા કરવાથી પણ વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત થવાના આશીર્વાદ મળે છે. કુબેર ભગવાનનું સ્વરૂપ પણ એવું છે જેમાં તે સોનાના આભૂષણોથી સજ્જ જોવા મળે છે. 

ભારતભરમાં અન્ય દેવી-દેવતાઓની સાથે ભગવાન કુબેરના પણ અનેક મંદિરો છે. આ મંદિરમાંથી કેટલાક મંદિર ચમત્કારી અને દુર્લભ ગણાય છે. આ મંદિર દિવ્ય ઉર્જાથી ભરપૂર છે જ્યાં ભક્તોને દર્શન કરવાથી કરજ મુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવું જ એક મંદિર ગુજરાતમાં પણ આવેલું છે. 

ગુજરાતનું કુબેર મંદિર 

ગુજરાતના વડોદરા શહેર થી 60 કિલોમીટર દૂર કુબેર ભંડારી મંદિર આવેલું છે. કુબેર ભંડારી મંદિર 2500 વર્ષ જૂનું છે. નર્મદા નદીના કિનારે આ મંદિર આવેલું છે. આ મંદિર વિશે પણ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીં આવે છે તેને ધન સંબંધિત સમસ્યાઓ ભગવાન કુબેર દૂર કરી દે છે. કુબેર ભંડારી મંદિરમાં ધનતેરસથી દિવાળી સુધીમાં લાખો લોકો દર્શન કરવા આવે છે. 

ભારતભરમાં ભગવાન કુબેરના મંદિર 

ભારતનું સૌથી પ્રાચીન કુબેર મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. અલ્મોડા થી 40 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ વર્ષ દરમિયાન ધનતેરસ અને દિવાળીના દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટે છે.. આ મંદિરે જે વ્યક્તિ દર્શન કરવા જાય છે તે ખાલી હાથ પરત ફરતી નથી. 

મધ્યપ્રદેશમાં ભગવાન કુબેરના ત્રણ મંદિર આવેલા છે. જે અનુક્રમે મંદૌસર, ઉજ્જૈન અને ખંડવામાં છે. ખંડવાનું કુબેર મંદિર સૌથી વધુ પ્રખ્યાત છે અહીં આખું વર્ષ ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિર ઓમકારેશ્વર ધામમાં આવેલું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news