Mangal Gochar June 2025: મંગળ 7 જૂને મિત્ર રાશિમાં કરશે પ્રવેશ, આ 5 રાશિઓની લાગી જશે લોટરી
Mangal Gochar June 2025: મંગળ ગ્રહ 7 જૂન 2025 ના રોજ નીચ રાશિ કર્કમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે પછી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
Trending Photos
Mangal Gochar June 2025: મંગળ ગ્રહ 7 જૂનએ પોતાની નીચ રાશિ કર્કમાંથી નીકળી જશે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. નીચ રાશિમાંથી મંગળ નીકળશે એટલે આ રાશિના લોકોના કરિયર અને સામાજિક જીવનમાં ફેરફાર શરુ થશે.
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય અને આર્થિક પક્ષ મજબૂત થશે. મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ આ રાશિના લોકો માટે લાભદાયી સિદ્ધ થશે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ રાશિઓ માટે 7 જૂન પછીનો સમય શુભ છે.
મંગળનું રાશિ પરિવર્તન 5 રાશિઓ માટે શુભ
મેષ રાશિ
મેષ રાશિના ચતુર્થ ભાવમાંથી નીકળી મંગળ પંચમ ભાવમાં આવશે. મંગળના ગોચરના કારણે જીવનમાં સારા ફેરફાર થશે. વિદ્યાર્થીઓને ઈચ્છિત પરિણામ મળશે. કરિયરમાં નેતૃત્વની તક મળશે. અધુરા સપના પુરા થશે. જેટલી મહેનત કરશો એટલું સારું ફળ મળશે.
મિથુન રાશિ
મંગળનું ગોચર મિથુન રાશિના તૃતીય ભાવમાં થશે. આ ગોચરથી સાહસ અને પરાક્રમ વધશે. કરિયરમાં ઉચિત પરિણામ મળશે. પારિવારિક જીવનમાં ભાઈ બહેનોનો સહયોગ મળશે. વિચારોમાં સ્પષ્ટતા આવશે.
તુલા રાશિ
સિંહ રાશિમાં મંગળનું ગોચર થવાથી એકાદશ ભાવ સક્રિય થશે. આ ભાવ લાભનું સ્થાન છે. મંગળના આ ભાવમાં પ્રવેશથી ધન લાભની સંભાવના વધી જશે. રોકાણથી લાભ થશે. ધનના વિવિધ સ્ત્રોતથી આવક વધવાની સંભાવના. મોટા ભાઈ-બહેન માર્ગદર્શકની ભૂમિકામાં હશે. કરિયરને ગતિ મળશે.
વૃશ્ચિક રાશિ
મંગળ દશમ ભાવમાં ગોચર કરશે. તેનાથી બળ વધશે. આ રાશિ માટે મંગળનું ગોચર સૌથી ખાસ હશે. કરિયરમાં ઉચિત ફેરફાર જોવા મળશે. પદોન્નતિ થશે. ભાગ્ય સાથ આપશે. પિતા સાથે સંબંધ સુધરશે.
મીન રાશિ
આ રાશિના લોકોને પણ મંગળ સુખદ પરિણામ આપશે. આ સમયે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. વિશ્વાસ વધશે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. સ્વાસ્થનું ધ્યાન રાખવું બાકી બધું શુભ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે