18મી મેના રોજ રાહુ-મંગળ બનાવશે અત્યંત ઘાતક યોગ, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખનો પહાડ, ધનહાનિના યોગ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ 18મી મેથી ષડાષ્ટક યોગ બનાવશે જેનાથી કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે. જાણો કઈ રાશિવાળાએ રહેવું પડશે અત્યંત સતર્ક...
Trending Photos
Shadashtak Yog 2025: વૈદિક પંચાંગ મુજબ 18મી મેના રોજ રાહુ ગ્રહ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન મંગળ ગ્રહ પોતાની નીચ રાશિ કર્કમાં રહેશે. જ્યારે મંગળથી રાહુ અષ્ટમ ભાવમાં હશે અને રાહુથી મંગળ છઠ્ઠા ભાવમાં. જ્યોતિષમાં આ સ્થિતિને ષડાષ્ટક યોગ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે રાહુ અને મંગળ બંને ક્રૂર ગ્રહ ગણાય છે અને આ બંનેનો એક સાથે આ પ્રકારનો યોગ બનવો ખાસ કરીને દેશ દુનિયામાં સંઘર્ષ, તણાવ અને સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત આ યોગની અસર ખાસ કરીને કેટલીક રાશિઓના જીવન ઉપર પણ પડશે. આવામાં જાણો કે રાહુ અને મંગળનો આ ષડાષ્ટક યોગ કઈ રાશિઓ માટે પરેશાનીનું કારણ બની શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે રાહુ અને મંગળનો ષડાષ્ટક યોગ પડકારભર્યો સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. જે તમારા કાર્યક્ષેત્રમાં ભૂલોનું કારણ બની શકે છે. સહકર્મીઓ સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે. જેનાથી કામકાજના માહોલમાં સંઘર્ષ વધી શકે છે. કૌટુંબિક જીવનમાં માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ પેદા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ. ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ યોગ માનસિક તણાવનું કારણ બની શકે છે. તમારે અજાણ્યા ભયનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમારી માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. આ સમય દરમિયાન ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. કારણ કે કારણવગર ક્રોધ તમારા સંબંધમાં તણાવ પેદા કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે. મહેનતનું યોગ્ય ફળ ન મળવાના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. આથી તમારે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો ખુબ જરૂરી છે. ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે કર્ક રાશિના જાતકો ભગવાન શિવની પૂજા કરો.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા જાતકોએ આ દરમિયાન સાવધાન રહેવું જોઈએ. રાહુનું ગોચર તમારી રાશિમાં થી રહ્યું છે. જ્યારે મંગળની અષ્ટમ દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે. જેનાથી પરિસ્થિતિઓ થોડી વિપરિત થઈ શકે છે. ખાસ કરીને ધનના મામલા તમારે સતર્કતા રાખવાની જરૂર રહેશે. લેવડદેવડ કરતી વખતે સમજી વિચારીને નિર્ણય લો. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત વૈવાહિક જીવનમાં પણ તણાવ અને વિવાદ વધી શકે છે. ગ્રહોના શુભ પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકો શિવલિંગને જળ અર્પણ કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે