Shadashtak Yoga 2025: 7 રાશિના લોકો અત્યારથી સાવધાન થઈ જાય, ષડાષ્ટક યોગ ધન-સ્વાસ્થ્ય-પ્રતિષ્ઠાની જબરદસ્ત હાનિ કરાવશે
Mangal Shani Shadashtak Yoga 2025: મંગળ ગ્રહ સિંહ રાશિમાં આવશે એટલે શનિ સાથે ષડાષ્ટક યોગ બનાવશે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ છે. આ અશુભ યોગથી 7 રાશિના લોકોને ડગલે ને પગલે ઠોકર ખાવી પડી શકે છે.
Trending Photos
Mangal Shani Shadashtak Yoga 2025: ગ્રહોના સેનાપતિ મંગળ હાલ કર્ક રાશિમાં ગોચર કરે છે. 7 જૂન 2025 સુધી મંગળ આ રાશિમાં ગોચર કરશે ત્યાર પછી સૂર્યના સ્વામિત્વની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં મંગળના ગોચર પછી એક ભયંકર યોગ સર્જવાનો છે. મીન રાશિમાં ગોચર કરતા શનિની સાથે મંગળ શક્તિશાળી ષડાષ્ટક યોગ બનાવશે. શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ સારો નથી.
સામાન્ય રીતે કુંડળીના છઠ્ઠા અને આઠમા ભાવને અશુભ માનવામાં આવે છે. જો આ બે ભાવમાં જે ગ્રહ બિરાજમાન હોય તે દુષ્ટ પ્રવૃત્તિ ના હોય તો વ્યક્તિને ભારે નુકસાન પહોંચાડે છે. 7 જૂન 2025 ની રાત્રે મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 28 જુલાઈ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષ ગણના અનુસાર શનિ અને મંગળનો ષડાષ્ટક યોગ 7 જૂનથી 28 જુલાઈ સુધી રહેશે. આ સમય દરમિયાન 7 રાશિના લોકો માટે પ્રતિકૂળ સમય શરૂ થશે. આ 7 રાશિના લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શનિ મંગળના ષડાષ્ટક યોગની રાશિઓ પર અસર
વૃષભ રાશિ
આ સમય વૃષભ રાશિના લોકો માટે કાર્ય ક્ષેત્રે તણાવપૂર્ણ રહી શકે છે. સહકારીઓ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાની પણ સંભાવના. ધનની બાબતમાં સાવધાની રાખવાની આવશ્યકતા. ખર્ચ કે નુકસાન થઈ શકે છે. વાહન સંભાળીને ચલાવવું. ધનની લેતી દેતીની બાબતમાં સાવધાન રહેવું.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ સમયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પડકાર જનક રહી શકે છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ જેમ કે એસિડિટી પેટનો દુખાવો વધારે જ પરેશાન કરશે. પારિવારિક માહોલ તણાવ પૂર્ણ રહી શકે છે. રોકાણની બાબતમાં ઉતાવળ કરવાથી બચવો. આહારનું ખાસ ધ્યાન રાખવું નહીં તો સ્વાસ્થ્ય ખરાબ રીતે બગડ છે.
કન્યા રાશિ
કન્યા રાશિના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. પાર્ટનરશીપમાં જે બિઝનેસ ચાલતો હોય તેમાં નુકસાન થવાની આશંકા. માનસિક તણાવ અને ચિંતા વધી શકે છે. નિરાશા કે ડિપ્રેશન જેવી સ્થિતિ પણ બની શકે છે. જીવનસાથી સાથે ખુલીને વાત કરવાથી સમસ્યાઓનું સમાધાન મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં અચાનક સમસ્યા આવી શકે છે. ઓફિસ પોલિટિક્સ કે ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે. કાયદાકીય બાબતોમાં પડવાથી બચવું. કાર્ય સ્થળ પર સંભાળીને કામ કરવું. પોતાની ગુપ્ત વાતો કોઈ સાથે શેર કરવી નહીં. વાણી પર સંયમ રાખો અને વિવાદથી બચવું.
મકર રાશિ
મકર રાશિના લોકોને માનસિક થાક અને તણાવ અનુભવ થશે. ઘરના ખર્ચા વધી જશે. નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. પારિવારિક સભ્યોની સલાહ લઈને જ નિર્ણય લેવો. માનસિક શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. હાડકા અને સાંધામાં દુખાવા જેવી ફરિયાદો રહે. કાર્યમાં અને આવકના સ્ત્રોતમાં બાધા આવી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ દગો કરે તેવી પણ સંભાવના. રોકાણની સમીક્ષા કરવી. કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરો.
મીન રાશિ
મીન રાશિના લોકોનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. યાત્રામાં સમસ્યા આવી શકે છે. વધારાના ખર્ચથી બચવું. આર્થિક સંકટ વધી શકે છે. પોતાના પર વિશ્વાસ રાખો અને નકારાત્મક વિચારથી દૂર રહો. અનાવશ્ય ખર્ચા પર નિયંત્રણ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે