Shukra Gochar: 21 ઓગસ્ટથી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી પ્રગતિ સાથે કરાવશે ધન લાભ

Venus Transit in Cancer: 21 ઓગસ્ટે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછી રાશિચક્રની 3 રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આ રાશિના લોકોને શુક્ર બંપર લાભ કરાવી શકે છે.
 

Shukra Gochar: 21 ઓગસ્ટથી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી પ્રગતિ સાથે કરાવશે ધન લાભ

Venus Transit in Cancer: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને પ્રેમ, આકર્ષણ, ધન, સંપદા, ઐશ્વર્યનો કારક ગ્રહ ગણવામાં આવે છે. દૈત્યોના ગુરુ ગણાતા શુક્ર દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ રીતે એક રાશિમાં શુક્રને ફરીથી આવતા એક વર્ષનો સમય લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રની સ્થિતિમાં ફેરફાર થાય તો 12 રાશિના લોકોના જીવનમાં પણ સારો અને ખરાબ ફેરફાર જોવા મળે છે. ગત 26 જુલાઈએ શુક્ર ગ્રહે મિથુન રાશિમાં ગોચર કર્યું હતું. હવે 21 ઓગસ્ટ સુધી આ રાશિમાં જ શુક્ર રહેશે ત્યાર પછી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર 21 ઓગસ્ટ સવારે 1.25 મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 15 સપ્ટેમ્બર સુધી શુક્ર આ રાશિમાં જ ગોચર કરશે અને ત્યાર પછી સિંહમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં શુક્રના પ્રવેશથી કેટલીક રાશિના લોકોના જીવનમાં સુખ, સુવિધા ઝડપથી વધશે. આ રાશિના લોકોની રચનાત્મકતા પણ વધશે. ચાલો તમને પણ જણાવીએ શુક્રના કર્ક રાશિમાં પ્રવેશથી કઈ ત્રણ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે. 

મેષ રાશિ 

કર્ક રાશિમાં શુક્રના પ્રવેશથી મેષ રાશિના લોકોને લાંબા સમયથી અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ભૂમિ અને ભવનનું સુખ મળી શકે છે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકોને લાભ મળી શકે છે. નવા લોકો સાથે સંપર્ક બનશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મન મોટા થઈ શકે છે પરંતુ સંભાળીને રહેવાથી સ્થિતિ સારી રહેશે. 

મિથુન રાશિ 

શુક્રના કર્ક રાશિમાં પ્રવેશથી આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થઈ શકે છે. સંગીત ક્ષેત્ર તરફ રુચિ વધી શકે છે. ઘર પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે. માંગલિક કાર્યોમાં સફળતા મળશે. પરિવાર સાથે મનોરંજન થઈ શકે છે. શાસન અને પ્રશાસન સંબંધિત મામલે અનુકૂળ પરિણામ મળશે. 

ધન રાશિ 

કર્ક રાશિમાં શુક્રના પ્રવેશથી આ રાશિના લોકોને અણધાર્યો ધનલાભ મળી શકે છે. લાંબા સમયથી જે કામ માટે મહેનત કરી રહ્યા હતા તેનું ફળ મળશે. આવક વધી શકે છે. જે પરેશાનીઓ હતી તે દૂર થઈ શકે છે. ભૌતિક સુખ પ્રાપ્ત થશે. લોન અને કરજ થી મુક્તિ મળી શકે છે. આ સમય દરમિયાન કાર્યોમાં સફળ થવાનું સરળ રહેશે. કરજ ચૂકવવામાં સફળતા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news