Somwar Upay: જીવનમાં કોઈપણ સમસ્યા હોય એકવાર અજમાવો લીલા મગ અને સુકા નાળિયેરનો આ ટોટકા
Somwar Upay: શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી ભોળાનાથ ભક્તોની ઈચ્છા પુરી કરે છે. આજે તમને આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ.
Trending Photos
Somwar Upay: ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે સોમવારનો દિવસ વિશેષ ગણાય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવની ઉપાસના કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થઈ શકે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનાના સોમવારે કેટલાક ઉપાય કરવાથી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. જરૂરી છે કે આ કામ મહાદેવમાં વિશ્વાસ રાખીને કરવામાં આવે. સોમવારે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો જીવનની સમસ્ત સમસ્યાનો અંત આવી શકે છે. તો ચાલો તો જણાવીએ સોમવારે કરવાના આવા વિશેષ ઉપાયો વિશે.
સફળતા પ્રાપ્તિનો ઉપાય
જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવું હોય અને કામમાં જીત મેળવવી હોય તો સોમવારે આ સરળ ઉપાય કરો. બીલીપત્ર વડે એક સુંદર માળા બનાવીને શિવલિંગ પર અર્પણ કરો અને શિવજીનો જળાભિષેક કરો.
બિઝનેસ માટે ઉપાય
બિઝનેસમાં લાભ માટે કે બિઝનેસ સંબંધિત મોટા નિર્ણય લેવાના હોય તે પહેલા જો સોમવાર આવતો હોય તો મહાદેવના મંદિરમાં જઈને ચંદનની ધૂપબત્તી કરવી અને સફળતા મળે તેવી પ્રાર્થના કરવી.
મનોકામના મૂર્તિ માટે ઉપાય
જો તમારી કોઈ ઈચ્છા હોય જેની પૂર્તિ થાય તેવા આશીર્વાદ મેળવવા હોય તો સોમવારે શિવ મંદિરમાં જઈને ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી અને તેમને લીલા મગ અર્પણ કરવા.
લાંબા અને નિરોગી આયુષ્ય માટે
લાંબા અને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ માટે સોમવારે શિવ મંદિરમાં જઈને સૂકું નાળિયેર ભગવાન શિવને અર્પણ કરવું. ત્યાર પછી શિવલિંગ સામે બેસીને શિવ ચાલીસાનો પાઠ કરવો.
વૈવાહિક જીવન માટે
જો વૈવાહિક જીવનમાં સમસ્યાઓ હોય તો સોમવારના દિવસે આ ઉપાય જરૂર કરો. દહીંમાં થોડો ગોળ મિક્સ કરી શિવલિંગ પર અર્પણ કરો. સાથે જ મહાદેવને પ્રાર્થના કરો કે લગ્નજીવનમાં આવેલી સમસ્યા દૂર થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે