મોક્ષ માર્ગના દ્વાર ખુલશે! ઘરમાં કરો રામ દરબારની સ્થાપના; જાણો વાસ્તુ-પૂજાના નિયમ
આપણે ઘરમાં પણ રામ દરબારની સ્થાપના કરી શકીએ છીએ. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે રામ દરબારમાં નિયમિતપણે પૂજા કરવાથી ઘરનું વાતાવરણ શુધ્ધ રહે છે અને શ્રધ્ધાળુઓને મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થઈ શકે છે. જાણો વિગતવાર માહિતી.
Trending Photos
Ram Darbar: ગયા વર્ષે, 22 જાન્યુઆરી 2024ના રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં રામ લલ્લાના બાલ સ્વરુપ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ વર્ષ, 5 જૂને મંદિરમાં રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આપણે ઘરોમાં પણ રામ દરબાર રાખી શકીએ છીએ. ઘરમાં રામ દરબારની સ્થાપના કરવી અતિ શુભ માનવામાં આવે છે. અહીં જાણવા જેવી મુખ્ય વાત એ છે કે રામ દરબારમાં ભગવાન રામની પ્રતિમાં સાથે દેવી સીતા, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન, હનુમાનજી, સૂર્ય દેવ, દેવી અન્નપૂર્ણા, દેવી ભગવતી, શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા બિરાજમાન હોય છે. જયારે સપ્ત મંડપમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, અગસ્ત્ય મુનિ, શબરી, અહિલ્યા અને નિષાદરાજને વિરાજવામાં આવે છે. તો ચાલો જાણીએ ઘરમાં રામ દરબાર રાખવાનું મહત્વ અને તેના ખાસ વાસ્તુ નિયમો.
રામ દરબારની સ્થાપના બાદ થતાં પરિવર્તનો
જે ઘરમાં શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી સાથે વિરાજમાન હોય, તે સ્થળનું વાતાવરણ જ આપમેળે જ શાંત, અનુશાષિત અને સકારાત્મક બને છે. રામ દરબાર ફક્ત મૂર્તિઓ જ નહી પરંતુ અદ્ભૂત ઊર્જાસ્ત્રોતને પ્રતિત કરે છે. આ પવિત્ર ઊર્જા ઘરના દરેક ખૂણે પ્રેમ, સમર્પણ અને એકતાનો સંચાર કરે છે. ઘાર્મિક માન્યતાઓ અનુસાર, રામ દરબારની નિયમિત શ્રધ્ધાથી પૂજા કરવાથી મોક્ષનો માર્ગ પણ પ્રાપ્ત થાય છે.
શું છે રામ દરબારના વાસ્તુ નિયમો?
રામ દરબારની મૂર્તિ અથવા તો તસ્વીર પણ ઘરમાં રાખી શકાય છે. જો મૂર્તિ હોય તો તે ઘરના મંદિરની પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને જો ફોટો રાખવામાં આવે તો તેને પૂર્વ દિશાની દીવાલની ઊંચાઈ પર લગાવવો. ખાસ ધ્ચાન રાખો કે મૂર્તિની ઊંચાઈ 6 ઈંચથી વધુ અને પીતળ, પત્થર કે સોના-ચાંદીની ન હોવી જોઈએ. રામ દરબારમાં તૂટેલી-ફૂટેલી મૂર્તિઓ પણ ન રાખવી, તેને અશુભ માનવામાં આવે છે. રામ દરબારમાં જો તસ્વીર રાખી હોય તો દરેક પાત્ર- શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન સ્પષ્ટ રીતે દેખાય તે જરુરી છે. રામ દરબારનું સ્થાન હંમેશા વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવું અને તેની સ્થાપના શૌચાલય, રસોડું કે પછી બૅડરુમ પાસે ન કરવી.
રામ દરબારની પૂજાના નિયમો
સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ ગંગાજળથી ઘર અને પૂજાસ્થાનને શુધ્ધ કરવા. મૂર્તિની બેઠક પર લાલ અથવા પીળા રંગનું કાપડ બિછાવો. ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે પંચામૃત (દૂધ, દહી, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ) નો ઉપયોગ કરવો. દરરોજ દેસી ઘીનો દીવો કરી રામલલ્લાની આરતી કરવી અને રોલી પાવડર, અક્ષત, ફળ-ફૂલ, પ્રસાદ પણ અર્પણ કરીએ. પૂજા દરમિયાન રામચરિતમાનસના પાઠ અથવા "શ્રીરામ જય રામ જય જય રામ" મંત્રનો જાપ કરવો. પૂજા બાદ ઘરના સભ્યોએ પ્રસાદ ગ્રહણ કરવો.
Disclaimer: અહીં આપેલ માહિતી સામાન્ય ધાર્મિક માન્યતો પર આધારિત છે. zee24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે