Old Furniture: જૂનું ફર્નીચર લેતા પહેલા 100 વખત વિચારજો, ખરાબ વસ્તુ આવી ગઈ તો ઘરનું ધનોત પનોત કાઢી નાખશે

Old Furniture Negative Effect: ઘરમાં સમયાંતરે અલગ અલગ વસ્તુઓ લાવવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં સજાવટ માટે કે જરૂરીયાત માટે પણ કોઈનું જૂનું ફર્નીચર રાખવું નહીં. જૂનું ફર્નીચર નુકસાન કરી શકે છે.
 

Old Furniture: જૂનું ફર્નીચર લેતા પહેલા 100 વખત વિચારજો, ખરાબ વસ્તુ આવી ગઈ તો ઘરનું ધનોત પનોત કાઢી નાખશે

Old Furniture Negative Effect: ફર્નીચર ઘરની એનર્જીમાં મહત્વની ભુમિકા ભજવે છે. માનવામાં આવે છે કે ઘરમાં રહેલી દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. ઘણા લોકો ઘર માટે જૂના ફર્નીચરની ખરીદી કરતા હોય છે. પહેલા કોઈએ ઉપયોગ કરેલી વસ્તુ પોતાના ઘરમાં લાવવતા પહેલા સો વખત વિચારવું જોઈએ. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જૂના ફર્નીચર ઘરની સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાને અસર કરી શકે છે. તેથી કોઈનું જૂનું ફર્નીચર ખરીદવાનું વિચારો તે પહેલા આ વાતને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. જૂની વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં અશાંતિ વધી શકે છે. તેનાથી ઘરમાં ક્લેશ થવા લાગે છે. તો ચાલો તમને જૂના ફર્નીચર વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 

જૂના ફર્નીચરની ઊર્જા

ફર્નીચર કોઈના ઘરનું હોય એટલે કે કોઈએ વાપરેલું હોય તો તેમાં નેગેટિવ એનર્જી પણ હોય શકે છે. જો કોઈ નેગેટિવ એનર્જીવાળી વસ્તુ તમારા ઘરમાં આવી જાય તો તમારા ઘરની ઊર્જા પણ પ્રભાવિત થઈ શકે છે. આ પ્રકારનું ફર્નીચર નાણાકીય નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે.નેગેટિવ એનર્જી ફર્નીચરના માધ્યમથી તમારા ઘરમાં વધી પણ શકે છે.

સકારાત્મક ઊર્જા બાધિત થશે

માન્યતા છે કે ઘરમાં રહેલું ફર્નીચર ઘરમાં રહેતા લોકોની ઉર્જાનું વહન કરે છે. ફર્નીચર જ્યાંનું હોય ત્યાંનું વાતાવરણ ખરાબ હોય તો તે ફર્નીચર તમને પણ ફળશે નહીં. આવું ફર્નીચર ઘરમાં રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બાધિત થઈ જાય છે. 

તુટેલું ફર્નીચર

પોતાના ઘરમાં પણ તુટેલો સામાન રાખવાની મનાઈ કરવામાં આવે છે. આ સ્થિતિમાં તમે જૂનું ફર્નીચર ઘરમાં લાવો તે પણ અશુભ સાબિત થઈ શકે છે. ઘણીવાર વસ્તુ તુટી ગઈ હોય તો તેને રીપેર કરી વહેંચી નાખવામાં આવે છે. આ પ્રકારની વસ્તુ તમારા ઘરમાં પણ સમસ્યા સર્જી શકે છે. તુટેલું જુનું ફર્નીચર આર્થિક સ્થિરતાને અસર કરી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news