એક તરફ હાર...બીજી તરફ સિનિયર ખેલાડીના નિવૃત્તિના સમાચાર, 23 જુલાઈએ રમશે છેલ્લી મેચ !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના નવા ચક્રમાં, એક પછી એક રોમાંચક મેચો જોવા મળી રહી છે. એક તરફ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટ્ટર સ્પર્ધા હતી. ટીમ ઇન્ડિયાને લોર્ડ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝને હારનો જોરદાર ફટકો પડ્યો હતો. આ દરમિયાન એક અનુભવી ખેલાડીએ નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે.

એક તરફ હાર...બીજી તરફ સિનિયર ખેલાડીના નિવૃત્તિના સમાચાર, 23 જુલાઈએ રમશે છેલ્લી મેચ !

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક તરફ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટ્ટર સ્પર્ધા છે, તો બીજી બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા આમને સામને છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં વિન્ડીઝ ટીમ માત્ર 27 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો અને બોર્ડમાં હંગામો મચી ગયો. બીજી તરફ એક અનુભવી ખેલાડીએ નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે.

આ વિસ્ફોટક બેટ્સમેન લેશે નિવૃત્તિ 

અમે જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તેની વિસ્ફોટક બેટિંગનો આખી દુનિયામાં જાણીતી છે. IPLથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી તે બોલરોને હંફાવતો જોવા મળે છે. તો ઘણી વખત તેની બોલિંગે મેચ પલટી છે. જોકે, IPL 2025માં આ ખેલાડીનું બેટ શાંત રહ્યું હતું.

આ વિસ્ફોટક બેટ્સમેન બીજું કોઈ નહીં પણ વેસ્ટ ઈન્ડિઝનો 37 વર્ષીય સ્ટાર આન્દ્રે રસેલ છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. રવિવારથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પાંચ મેચની શ્રેણી માટે તેને વેસ્ટ ઈન્ડિઝની T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રસેલના જમૈકાના તેના હોમ ગ્રાઉન્ડ સબીના પાર્કમાં રમાનારી પ્રથમ બે મેચ તેની વિદાય મેચ હશે.

કેવી રહી કારકિર્દી ?

રસેલ 2019થી ફક્ત T20I ખેલાડી છે અને હાલમાં 84 મેચ રમી ચૂક્યો છે. તેની નિવૃત્તિ આગામી T20 વર્લ્ડ કપના સાત મહિના પહેલા થઈ રહી છે, જે ફેબ્રુઆરી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાશે. બે મહિના પહેલા વિન્ડીઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને પણ નિવૃત્તિ લીધી હતી. રસેલ 2012માં T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news