વિધ્વંસ મચાવશે વર્ષ 2026, 2025 તો ટ્રેલર હતું આવનારું વર્ષ બતાવશે અસલી રૂપ; ખતમ થઈ જશે ઈનકમના સોર્સ!
Year 2026 Predictions: વર્ષ 2026 શરૂ થવામાં હવે થોડા મહિના જ બાકી છે અને ગ્રહોની ચાલની ગણતરી અંગે જે ભવિષ્યવાણીઓ સામે આવી રહી છે તે ખૂબ જ ચોંકાવનારી છે.
Trending Photos
2026 Predictions: વર્ષ 2025માં જ ભારત સહિત સમગ્ર દુનિયાને યુદ્ધ, હિંસા, વિમાન દુર્ઘટના, આગ, પૂર, કુદરતી આફતો વગેરેને કારણે ભારે નુકસાન થયું છે. પછી ભલે તે ઈરાન-ઈઝરાયલ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અને યુદ્ધ હોય કે હાલમાં જ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનનો અકસ્માત હોય. પરંતુ ભવિષ્યની ચિંતાઓ ઓછી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે. કારણ કે આવનારું વર્ષ 2026 વર્ષ 2025 કરતાં વધુ ખતરનાક રહેવાનું છે.
રૌદ્ર સંવત્સર મચાવશે કોહરામ
હિન્દી કેલેન્ડર અનુસાર, આ સમય વિક્રમ સંવત 2082ના અંતર્ગત કાલયુક્ત સિદ્ધાર્થ સંવત્સર ચાલી રહ્યું છે. આ સંવત્સરને લઈ જે ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે તેના અનુસાર ભારત અને દુનિયાને યુદ્ધ અને આતંકવાદને કારણે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. આ ઉપરાંત દુષ્કાળ, પૂર અને ભૂકંપ પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. આ પછી જ્યારે આવતા વર્ષે વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે ત્યારે તે રૌદ્ર નામનો સંવત્સર હશે.
આ રૌદ્ર સંવત્સર દેશ અને દુનિયામાં અરાજકતા ફેલાવશે. દરેક જગ્યાએ નરસંહાર થશે. હવામાનમાં ભારે બદલાવ આવશે, જે માનવજાતના જીવનને વધુ તહસનહસ કરી દેશે. ભૂકંપ અને જ્વાળામુખી ફાટશે. લોકોના રોજગાર પર સંકટ આવશે.
12 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચેનો સમય સૌથી ભયાનક
જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો 12 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચેનો સમય સૌથી ભયાનક રહી શકે છે. આ સમય દરમિયાન ગુરુ, ચંદ્ર અને સૂર્ય, ત્રણેય ગ્રહો કર્ક રાશિમાં હશે. પછી આ ત્રણેય ગ્રહો પુષ્ય નક્ષત્રમાં જશે, જે શનિનું નક્ષત્ર છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ વધુ એક જળપ્રલય લાવી શકે છે. ઘણી જગ્યાએ વિનાશ પણ થઈ શકે છે.
'શનિ' નિભાવશે મુખ્ય ભૂમિકા
શનિ હાલમાં મીનમાં છે અને જૂન 2027માં મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ પછી વર્ષ 2029 સુધી શનિ મેષ રાશિમાં રહેશે. આ સ્થિતિ હવામાનમાં ધરમૂળથી બદલાવ લાવી શકે છે. આ ઉપરાંત 2026માં મહાયુદ્ધની શક્યતાઓ પણ રહેશે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ, મંગળ અને રાહુ-કેતુની સ્થિતિ લોકોના સુખ અને રોજગાર છીનવી શકે છે. રાહુ દુનિયામાં ભ્રમ ફેલાવશે અને મહામારીનો પ્રકોપ લાવી શકે છે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે