ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! હવે લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમી શકે ઋષભ પંત? BCCIએ આપ્યું મોટું અપડેટ

Rishabh Pant Injury Update: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સમાં શરૂ થઈ છે. પહેલા જ દિવસે બોલિંગ કરી રહેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ઋષભ પંત મેદાન છોડી બહાર ચાલ્યો ગયો હતો. તેમની જગ્યાએ સબ્સ્ટીટ્યુટ ટાવર પર ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ માટે બોલાવવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! હવે લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમી શકે ઋષભ પંત? BCCIએ આપ્યું મોટું અપડેટ

Rishabh Pant Injury Update: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડ્સ ખાતે શરૂ થઈ છે. પહેલા જ દિવસે બોલિંગ કરતી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ઋષભ પંત મેદાન છોડી બહાર ચાલ્યો ગયો હતો. તેના સ્થાને ધ્રુવ જુરેલને સબ્સ્ટીટ્યુટ ટાવર પર વિકેટકીપર તરીકે બોલાવવામાં આવ્યો હતો. દિવસના બીજા સત્રમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંત મેદાન છોડી ચાલ્યો ગયો હતો. ત્યારથી, ફેન્સના મનમાં એક પ્રશ્ન છે કે, તે મેદાનમાં ક્યારે પાછો ફરશે. આ દરમિયાન BCCIએ ઋષભ પંતની ઈજા અંગે એક મોટું અપડેટ જાહેર કર્યું છે.

BCCIએ આપ્યું અપડેટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક અપડેટ જાહેર કરીને કહ્યું કે, 'ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન ઋષભ પંતને ડાબી તર્જની આંગળીમાં ઈજા પહોંચી છે. પંત હાલમાં સારવાર હેઠળ છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ઋષભની ​​ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરી રહ્યો છે.' જો કે, BCCIએ તેની ઈજાની ગંભીરતા વિશે કોઈ માહિતી આપી નથી.

He is receiving treatment at the moment and under the supervision of the medical team.

Dhruv Jurel is currently keeping wickets in Rishabh's absence.

— BCCI (@BCCI) July 10, 2025

આ રીતે ઈન્જર્ડ થયો પંત
ઇંગ્લેન્ડની ઇનિંગની 34મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બોલ પર ઓલી પોપ દ્વારા લેગ સાઇડ પર ફટકારવામાં આવેલા શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે રિષભ પંતને ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. પંતને ગંભીર ઈજા થઈ છે. જ્યારે ફિઝિયો કમલેશ જૈન તેની સારવાર માટે આવ્યા ત્યારે તે દર્દથી પીડાય રહ્યો હતો. ઈન્જરીવાળા ભાગ પર ટેપ લગાવ્યા પછી પણ તેનો દુખાવો ઓછો થયો ન હતો. તે ઓવર પછી પંતે વિકેટકીપિંગ કર્યું ન હતું. તે સારવાર અને આરામ માટે પેવેલિયન પાછો ફર્યો. આ પછી ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી.

ધ્રુવ જુરેલ કરે રહ્યો છે વિકેટકીપિંગ
ધ્રુવ જુરેલે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ સિરીઝમાં કરી હતી. તે પહેલાં પંત ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. તે સિરીઝમાં તેણે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. ઓક્ટોબર 2024માં જ્યારે પંતને બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણની ઈજા થઈ ત્યારે જુરેલે વિકેટકીપિંગ પણ કર્યું હતું. વર્તમાન સિરીઝ પહેલા જુરેલે ઇંગ્લેન્ડ લાયન્સ સામેની ઇન્ડિયા 'એ' મેચોમાં પણ વિકેટકીપિંગ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news