મોટો ખુલાસોઃ વિજય માલ્યાએ કેમ ખરીદી હતી RCB ની ટીમ? 18 વર્ષ બાદ ખોલ્યું રહસ્ય

Royal Challengers Bengaluru: આઈપીએલ 2025ની ટ્રોફી જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત ચર્ચામાં છે. હવે આરસીબીના પૂર્વ માલિક અને ભાગેડું વિજય માલ્યાએ એક પોડકાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  મોટો ખુલાસોઃ વિજય માલ્યાએ કેમ ખરીદી હતી RCB ની ટીમ? 18 વર્ષ બાદ ખોલ્યું રહસ્ય

Royal Challengers Bengaluru: આઈપીએલ 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) એ પંજાબ કિંગ્સને હરાવી પ્રથમવાર ટ્રોફી પર કબજો કર્યો હતો. તેને ટૂર્નામેન્ટની 18મી સિઝનમાં સફળતા મળી. આ 18મી સિઝનમાં ઘમા ખેલાડી ટીમમાં આવ્યા અને ઘણઆ ગયા, પરંતુ 18 નંબરની જર્સી પહેરી વિરાટ કોહલી હંમેશા ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો રહ્યો. 36 વર્ષીય આ દિગ્ગજે આખરે પોતાની પ્રથમ આઈપીએલ ટ્રોફી જીતી છે.

માન્યાએ ત્રણ ટીમો માટે લગાવી હતી બોલી
આ અવસરે પ્રશંસકો અને સોશિયલ મીડિયાને ભાગેડું વિજય માલ્યાની યાદ અપાવી હતી. તે ફ્રેન્ચાઇઝીનો પ્રથમ માલિક હતો. વિજય માલ્યાએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તેણે ત્રણ ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી હતી, તેમાં મુંબઈ ઈન્ડિયન્સ પણ સામેલ હતી. મુંબઈની ટીમને અંતમાં મુકેશ અંબાણીએ ખરીદી હતી. ત્યારબાદ વિજય માલ્યાએ 2008મા 112 મિલિયન ડોલર (તે સમયે 700-800 કરોડ રૂપિયા) માં આરસીબીને ખરીદી હતી.

લલિત મોદીના પ્લાનથી હતા પ્રભાવિત
વિજય માલ્યાએ પોડકાસ્ટમાં કહ્યુ, 'હું લલિત મોદી દ્વારા બીસીસીઆઈ સમિતિની સામે આ લીગ વિશે આપવામાં આવેલા પ્રેઝન્ટેશનથી ખૂબ પ્રભાવિત હતો. તેણે મને એક દિવસ ફોન કર્યો અને કહ્યું ટીમની હરાજી થવાની છે. શું તમે ખરીદશો? મેં ત્રણ ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી અને હું મુંબઈને થોડા પૈસાથી હારી ગયો. મુંબઈની ટીમ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી ચૂકી છે.'

આરસીબીને કેમ ખરીદી?
આરસીબીના પૂર્વ માલિકે આગળ કહ્યુ- જ્યારે મેં 2008મા RCB ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી તો મેં આઈપીએલને ભારતીય ક્રિકેટ માટે એક ગેમ-ચેન્જરના રૂપમાં જોઈ હતી. મારૂ વિઝન એક એવી ટીમ બનાવવાનું હતું જે બેંગલુરૂની ભાવના દર્ળાવે- જીવંત, ગતિશીલ, ગ્લેમરસ. મેં 112 મિલિયન ડોલરની ચુકવણી કરી. આ બીજી સૌથી ઊંચી બોલી હતી. મને તેની ક્ષમતા પર વિશ્વાસ હતો. હું ઈચ્છતો તો કે આરસીબી એક એવી બ્રાન્ડ બને જે ઉત્સુકતા માટે ઉભી હોય, ન માત્ર મેદાન પર પરંતુ બહાર પણ. તેથી મેં તેને રોયલ ચેલેન્જ સાથે જોડી, જેથી તેને બોલ્ડ ઓળખ મળી શકે. રોયલ ચેલેન્જ અમારો સૌથી વધુ વેચાતા દારૂની એક બ્રાન્ડમાંથી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news