ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન 1 કરોડ રૂપિયા જીતવાની તક...સાન ફ્રાન્સિસ્કોની ટ્રીપ પણ કરાવશે આ AI કંપની

Champions Trophy : એક AI કંપની ભારતમાં ક્રિકેટ ચાહકોને 9 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન મોટા ઈનામો જીતવાની તક આપી રહ્યું છે. કંપનીએ રૂપિયા 1 કરોડના ઇનામ સાથે સાન ફ્રાન્સિસ્કોની ટ્રીપની પણ જાહેરાત કરી છે.

ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન 1 કરોડ રૂપિયા જીતવાની તક...સાન ફ્રાન્સિસ્કોની ટ્રીપ પણ કરાવશે આ AI કંપની

Champions Trophy : ભારતમાં ક્રિકેટ મેચનું ખૂબ જ મહત્વ છે અને આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ છે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને સામને છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી આ મેચનો રોમાંચ જામી રહ્યો છે. આ દરમિયાન અરવિંદ શ્રીનિવાસની આગેવાની હેઠળની પર્પ્લેક્સીટી AI કંપની 9 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન ભારતના ક્રિકેટ ચાહકોને મોટા ઈનામો જીતવાની તક આપી રહી છે.

કંપનીએ રૂપિયા 1 કરોડના ઇનામની જાહેરાત કરી છે અને આ સાથે પર્પ્લેક્સીટી ટીમને મળવા સાન ફ્રાન્સિસ્કોની ટ્રીપની પણ જાહેરાત કરી છે. કંપનીએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે અમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમિયાન પર્પ્લેક્સિટી ટીમને મળવા માટે 1 કરોડ રૂપિયા અને સાન ફ્રાન્સિસ્કોની ટ્રિપ આપી રહ્યા છીએ! જેઓ રસ ધરાવતા હોય તેઓ ઈનામ જીતવા માટે સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

 

Starting Saturday, 3/8 at 11:30am IST until the end of the match, ask questions on Perplexity for a chance to win.

Must be a legal resident of India to participate. pic.twitter.com/t0H8qZykkJ

— Perplexity (@perplexity_ai) March 7, 2025

પર્પ્લેક્સીટી ટીમે કહ્યું કે, 8 માર્ચ, શનિવારે સવારે 11:30 વાગ્યાથી મેચના અંત સુધી તમારે પર્પ્લેક્સીટી પર પ્રશ્નો પૂછવાના રહેશે. જો કે, જેઓ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છે છે તેઓ ભારતના કાયદેસરના રહેવાસી હોવા જોઈએ. પર્પ્લેક્સિટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછવા આવશ્યક છે. વ્યક્તિ દીઠ 10 એન્ટ્રી છે. કોઈ ખરીદી જરૂરી નથી. નિયમો અને શરતો લાગુ થશે. ખેલાડીઓની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

ગ્રાન્ડ પ્રાઈઝમાં રૂપિયા 1 કરોડનું રોકડ ઈનામ અને સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા (યુએસએ)ની 4 દિવસ/3 રાત્રિની ટ્રીપનો સમાવેશ થાય છે જેમાં રાઉન્ડટ્રીપ બિઝનેસ ક્લાસ એરફેર અને હોટેલમાં રહેવાનો સમાવેશ થાય છે. જો કે, વિજેતાએ પોતે એરપોર્ટથી મુસાફરી, ખોરાક અને પીણાં અને મુસાફરી દરમિયાન થયેલા કોઈપણ આકસ્મિક ખર્ચ માટે જવાબદાર રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news