Champions Trophy Final : ભારત કે ન્યુઝીલેન્ડ...કોણ ઉઠાવશે ચેમ્પિયન્સ ટ્રોફી ? ફલોદી સટ્ટા બજારે કરી ભવિષ્યવાણી

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે આ મેચને લઈને ફલોદી સટ્ટા બજારે કઈ ટીમ જીતશે તેને લઈને ભવિષ્યવાણી કરી છે. 

Champions Trophy Final : ભારત કે ન્યુઝીલેન્ડ...કોણ ઉઠાવશે ચેમ્પિયન્સ ટ્રોફી ? ફલોદી સટ્ટા બજારે કરી ભવિષ્યવાણી

Champions Trophy Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ દુબઈમાં રમાઈ રહી છે. આ વખતે કઈ ટીમ ટ્રોફી ઉપાડે છે તે તો મોડી રાત્રે જ ખબર પડશે. પરંતુ આ પહેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે આ આગાહી કરી છે. ફાઈનલમાં કઈ ટીમ જીતશે તે સટ્ટાબજારમાં જાણી શકાયું છે.

ભારત અને ન્યુઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર આમને સામને નથી. ગયા અઠવાડિયે પણ લીગ મેચમાં બંને ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. ભારતે 2 માર્ચે તે મેચ 44 રને જીતી હતી. જો કે આ વખતે ફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પણ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

સટ્ટાબજારનું વલણ શું છે ?

ચૂંટણી હોય કે કોઈ મેચ રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર હંમેશા સમાચારોમાં રહે છે. આ બજારની ભવિષ્યવાણી ઘણી હદ સુધી સાચી પડે છે. આવી સ્થિતિમાં સટ્ટાબજાર મુજબ કોણ જીતે છે અને કોની હાર થવાની સંભાવના છે તેના પર લોકોની નજર કેન્દ્રિત રહે છે. ફલોદી સટ્ટા બજારે પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને લઈને ભવિષ્યવાણી કરી છે. ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કઈ ટીમ જીતશે તે પહેલાથી જ જણાવવામાં આવ્યું છે.

ફલોદી સટ્ટા બજારની ભવિષ્યવાણી મુજબ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમ જીતશે અને વિજેતા બનશે. ફલોદી સટ્ટાબજારનું આ અનુમાન કેટલું સાચું હશે તે તો મેચ પુરી થયા બાદ જ ખબર પડશે.

શા માટે ભારત પર દાવ ?

ફલોદી સટ્ટાબજારમાં આ મેચનો ભાવ નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમનો ભાવ 50 પૈસા હોવાનું કહેવાય છે. જ્યારે ન્યુઝીલેન્ડનો ભાવ 70 પૈસા છે.

તમને જણાવી દઈએ કે જે ટીમનો ભાવ ઓછો હોય છે તેની જીતવાની તકો વધુ હોય છે. જેનો ભાવ વધારે છે તેની જીતવાની તકો ઓછી હોય છે. ભારતીય ટીમનો ભાવ ઓછો છે. આવી સ્થિતિમાં સટ્ટાબજાર અનુસાર, ભારતીય ટીમની જીતની શક્યતાઓ વધુ છે. 

નોંધ - આ લેખ વિવિધ માહિતીના આધારે ફક્ત જાણકારી માટે લખવામાં આવ્યો છે, ZEE 24 Kalak કોઈપણ સટ્ટાબજારના દાવાની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news