ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે સફેદ બ્લેઝર કર્યુ કબજે, જાણો કેમ આપવામાં આવે છે આ જેકેટ
Champions Trophy and White Jacket: ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી. આ પછી ICCએ આ ટુનામેન્ટ બંધ કરી દીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. જો કે, ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાઇ હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.
Trending Photos
Champions Trophy and White Jacket: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ કબજે કર્યું છે. એકતરફી મેચમાં રોહિતની સેનાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ કિવી ટીમે આપેલા 252 રનના ટાર્ગેટને માત્ર 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને તેણે 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 48 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરોમાં કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી અને ભારતીય ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી. બોલિંગમાં ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.
મળ્યું સફેદ બ્લેઝર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ફાઇનલમાં જીતનારી ટીમને ટ્રોફીની સાથે સફેદ બ્લેઝર આપવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો પ્રોમો રિલીઝ કર્યો હતો.
જેમાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે ટૂર્નામેન્ટના સફેદ બ્લેઝરનું અનાવરણ કર્યું હતું. સફેદ બ્લેઝર પર ICC ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ યજમાન પાકિસ્તાનનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે. આ બ્લેઝર ટુર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવ્યા છે.
સફેદ જેકેટ માટે હતી ટક્કર
ટ્રોફીની સાથે-સાથે ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમને ઈનામ વિતરણ સમારોહમાં સફેદ બ્લેઝર પણ આપવામાં આવ્યા છે. ICCના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રત્યેક મેચ ICC ઇવેન્ટમાં મહત્વપૂર્ણ છે, જ્યાં ટીમો માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી માટે જ નહીં પરંતુ સફેદ જેકેટ માટે પણ લડે છે જે દર્શાવે છે કે તે કેવી મહાનતા પ્રાપ્ત કરવી છે."
સન્માનનું પ્રતીક છે બ્લેઝર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા ટીમને આપવામાં આવેલું સફેદ જેકેટ સન્માનનું પ્રતિક છે. જેકેટ વ્યૂહાત્મક પ્રતિભાના અથાક પ્રયાસ અને પેઢીઓને પ્રેરણા આપતા વારસાનું પ્રતીક છે. સફેદ જેકેટ જીતવું એ જીતવા માટે બધું દાવ પર લગાવવાની યાત્રા દર્શાવે છે.
ફાઇનલમાં જીત્યા પછી વિજેતા ટીમ સફેદ જેકેટ પહેરે છે જે ટુર્નામેન્ટના ઇતિહાસને બતાવે છે. તે ખેલાડીઓને મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરિત કરે છે. પ્રથમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 1998માં બાંગ્લાદેશમાં યોજાઈ હતી, પરંતુ સફેદ બ્લેઝર પ્રથમ વખત 2009ની ટૂર્નામેન્ટની આવૃત્તિ દરમિયાન જોવા મળ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે