Jupiter Transit 2025: મંગળના નક્ષત્રમાં ગુરુ પ્રવેશ કરશે, વૃષભ સહિત 3 રાશિઓનું બેન્ક બેલેન્સ ઝડપથી વધારી દેશે ગુરુ અને મંગળ

Jupiter Transit 2025: ગણતરીના દિવસોમાં ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે. બૃહસ્પતિ આ વખતે મંગળના નક્ષત્ર મૃગશિરામાં પ્રવેશ કરશે. ગુરુનું આ ગોચર કઈ કઈ રાશિઓને શુભ ફળ આપશે ચાલો જાણીએ. 
 

Jupiter Transit 2025: મંગળના નક્ષત્રમાં ગુરુ પ્રવેશ કરશે, વૃષભ સહિત 3 રાશિઓનું બેન્ક બેલેન્સ ઝડપથી વધારી દેશે ગુરુ અને મંગળ

Jupiter Transit 2025: નવ ગ્રહોમાં બૃહસ્પતિને ગુરુનું મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. ગુરુ ગ્રહ તેના નિશ્ચિત સમય પર નક્ષત્ર અને રાશિ બદલે છે જેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. વૈદિક પંચાંગ અનુસાર 10 એપ્રિલ 2025 થી ગુરુ નક્ષત્ર બદલશે. 10 એપ્રિલે સાંજે 7.51 મિનિટે ગુરુ મૃગશીરા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળના નક્ષત્રમાં ગુરુના પ્રવેશથી ત્રણ રાશિના લોકોને ફાયદા જ ફાયદા થશે. આ ત્રણ રાશીઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 

ગુરુ ગ્રહનું ગોચર આ 3 રાશિઓ માટે શુભ

વૃષભ રાશિ 

ગુરુનું ગોચર વૃષભ રાશિ માટે શુભ છે. દરેક ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને જે પરેશાનીઓ હતી તેનું પણ સમાધાન આવશે. કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે. નોકરીમાં પદ વધી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. પિતા સાથે વાદવિવાદ દૂર થશે. સિંગલ લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. 

કર્ક રાશિ 

કર્ક રાશિના લોકો પર પણ ગુરુદેવની કૃપા રહેશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ અને બોસ સાથે ચાલતી સમસ્યાઓ દૂર થશે. કામમાં મને લાગશે. પગારમાં વધારો થઈ શકે છે. માનસિક ચિંતા ઓછી થશે. વેપારમાં નફો વધશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

મકર રાશિ 

મકર રાશિના લોકો પર પણ ગુરુની કૃપા થશે. ભૌતિક સુખ વધશે. આ સમય દરમિયાન ભોજનને લઈને. સંપત્તિની ખરીદી થઈ શકે છે. વેપારીઓને નફો થશે. લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. કપલ વચ્ચે ચાલતી સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં પ્રેમ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news