રવિન્દ્ર જાડેજાએ સદી પુરી કરવાની આપી તક, પરંતુ રૂટની હિમ્મત ન થઈ, જુઓ VIDEO
Ravindra Jadeja dares Joe Root to Complete Century: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ગુરુવારે લોર્ડ્સ ખાતે શરૂ થઈ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
IND vs ENG 3rd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચના પહેલો દિવસ સંપૂર્ણપણે જો રૂટના નામે હતો, એમ કહેવું ખોટું નહીં હોય, તેમણે જે રીતે ધીરજથી બેટિંગ કરી તે પ્રશંસનીય હતું. રૂટે કોઈ પણ ઉતાવળ કર્યા વગર બુમરાહ, સિરાજ, આકાશ દીપ, જાડેજા અને વોશિંગ્ટનનો સામનો કર્યો. તેમણે પોતાના મનપસંદ મેદાન પર 191 બોલનો સામનો કર્યો અને માત્ર 9 ચોગ્ગા સાથે 99 રનની શાનદાર ઇનિંગ રમી. તે સદીની નજીક હતો, પરંતુ તે પહેલા દિવસે સદી પૂર્ણ કરી શક્યો નહીં. જો કે, તેના રનની સંખ્યા સદી ફેરવાઈ શકતી હતી, એટલા માટે રવિન્દ્ર જાડેજાએ તેને તક પણ આપી હતી, જે મજેદાર હતી.
દિવસની 83મી ઓવરમાં જ્યારે રમત પૂરી થવા માટે થોડા બોલ બાકી હતા ત્યારે રૂટ 98 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. તેણે આકાશ દીપનો બોલ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર રમ્યો, જ્યાં રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ કરી રહ્યો હતો. જ્યારે રૂટને લાગ્યું કે, તે બીજો રન લઈ શકે છે અને કદાચ તેની સદી પણ પૂર્ણ કરી શકે છે, ત્યારે તેણે રાહ જોઈ. પરંતુ જાડેજા હંમેશની જેમ તોફાની, જાણી જોઈને બોલ છોડી દેવાનો ડોળ કર્યો, જાણે રૂટને બીજો રન લેવા માટે ઉશ્કેરતો હોય.
રૂટ હસ્યો, પણ લાલચમાં ન આવ્યો અને માત્ર એક રનથી સંતુષ્ટ કર્યો. જાડેજાએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો. રૂટ 99 રને અણનમ રહ્યો. લોર્ડ્સમાં દિવસની છેલ્લી ક્ષણોમાં ચોક્કસ થોડો ડ્રામા અને સ્મિત જોવા મળ્યું અને એક હળવી યાદગાર ક્ષણ જોવા મળી હતી. રૂટ હસ્યો અને આ ચાલને અવગણીને સ્થિર રહ્યો. પરંતુ લોર્ડ્સના દર્શકોને આ મજાક ગમી નહીં અને આખા સ્ટેડિયમમાં જોરથી હૂટિંગ શરૂ થઈ ગઈ. સ્ટમ્પ માઈક પર એક ભારતીય ખેલાડીનો અવાજ પણ રેકોર્ડ થયો, "આજ રાત કો બનાને મત દે" એટલે કે રાત્રે રૂટને સદી પૂર્ણ ન કરવા દો.
Rule #1: Never risk it with @imjadeja 😶
Rule #2: If you forget Rule #1 👀#ENGvIND 👉 3rd TEST Day 2 FRI, JULY 11, 2:30 PM streaming on JioHotstar! pic.twitter.com/6chobVFsBL
— Star Sports (@StarSportsIndia) July 10, 2025
રૂટ ઇતિહાસ રચવાની ખૂબ નજીક
જો રૂટે ધીરજ અને સંયમ સાથે ઇનિંગ રમી અને પોતાની 67મી ટેસ્ટ અડધી સદી સાથે 36 સદી પૂર્ણ કરી. તેણે આ અડધી સદી 102 બોલમાં પૂર્ણ કરી, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ફરી એકવાર તેણે સાબિત કર્યું કે, તે ઇંગ્લેન્ડનો સર્વકાલીન અગ્રણી ટેસ્ટ રન સ્કોરર છે. રૂટ હાલમાં તેની સદીથી માત્ર એક રન દૂર છે. જો રૂટ બીજા દિવસે સદી પૂર્ણ કરે છે, તો તે સ્ટીવ સ્મિથને પાછળ છોડીને સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી બની શકે છે. એક સદી સાથે રૂટ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને આવી જશે. જ્યાં તે કુમાર સંગાકારાથી માત્ર એક સદી પાછળ રહેશે.
આ ઉપરાંત જો રૂટ પોતાની ઇનિંગ્સને વધુ લંબાવશે, તો તે ટેસ્ટ ઇતિહાસમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે. હાલમાં રૂટના નામે 13214 રન છે અને તેને જેક્સ કાલિસ (13289) અને રાહુલ દ્રવિડ (13288)ને પાછળ છોડવા માટે ફક્ત 77 રનની જરૂર છે.
મેચ અત્યાર સુધીનું અપડેટ
મેચ વિશે વાત કરીએ તો, ઇંગ્લેન્ડે તેમની બેડબોલ શૈલીથી વિપરીત સંપૂર્ણ ધીરજ અને સંયમ સાથે બેટિંગ કરી. દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ બે વિકેટ લીધી હતી, જ્યારે જાડેજા અને બુમરાહએ 1-1 વિકેટ લીધી હતી. જેક ક્રોલી, બેન ડકેટ, હેરી બ્રુક અને ઓલી પોપ પેવેલિયન પરત ફર્યા છે. જ્યારે રૂટ 99 અને કેપ્ટન બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે