IND vs ENG: તૂટ્યા 6 મોટા રેકોર્ડ, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે કરી બુમરાહની બરોબરી

IND vs ENG 5th Test: મોહમ્મદ સિરાજે 5મી ટેસ્ટના છેલ્લા દિવસે 3 વિકેટ લઈને બુમરાહના રેકોર્ડની બરાબરી કરી. શુભમન ગિલે 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ભારતે આ ટેસ્ટ 6 રને જીતી.

IND vs ENG: તૂટ્યા 6 મોટા રેકોર્ડ, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે કરી બુમરાહની બરોબરી

ENG vs IND: શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓવલમાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં 6 રનથી જીત મેળવી હતી. આ સાથે ભારતીય ટીમ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીને 2-2થી ડ્રો કરવામાં સફળ રહી. ગિલે આ ટેસ્ટમાં બાદ 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડી પોતાના નામે મોટી સિદ્ધિ મેળવી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ સિરીઝમાં સંયુક્ત રૂપથી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બન્યો છે. જુઓ આ ટેસ્ટ મેચમાં બનેલા 6 મોટા રેકોર્ડ્સ.....

મોહમ્મદ સિરાજે લીધી 23 વિકેટ
ફાસ્ટ બોલર સિરાજ અંતિમ ટેસ્ટ મેચમાં હીરો રહ્યો, જેણે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈ ટીમને જીત અપાવી હતી. છેલ્લા દિવસે ભારતને જીત માટે 4 વિકેટની જરૂર હતી, તેમાં ત્રણ વિકેટ સિરાજે ઝડપી હતી. આ સિરીઝમાં મોહમ્મદ સિરાજે 23 વિકેટ ઝડપી બુમરાહના રેકોર્ડની બરોબરી કરી છે. આ ભારતીય બોલર દ્વારા ઈંગ્લેન્ડમાં સૌથી શાનદાર પ્રદર્શન છે. બુમરાહે 2021-22મા 23 વિકેટ લીધી હતી.

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટો
આ શ્રેણીથી શરૂ થયેલી એન્ડરસન-તેંડુલકર શ્રેણીમાં મોહમ્મદ સિરાજ સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે 5 ટેસ્ટ રમી અને 23 વિકેટો લીધી. બીજા નંબરે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ છે, જેણે 19 વિકેટો લીધી.

ભારતની સૌથી ઓછા રને જીત
ધ ઓવલમાં ભારતીય ટીમે છ રને જીત મેળવી, જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની રનની દ્રષ્ટિએ સૌથી ઓછા અંતરે જીત છે. આ પહેલા 2004મા ભારતે મુંબઈ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં બનાવ્યા 3809 રન
આ સિરીઝમાં ભારતે 3809 રન બનાવ્યા, જે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં કોઈ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. ઈંગ્લેન્ડ ભારત વિરુદ્ધ સતત ચોથી સિરીઝ જીતવામાં નિષ્ફળ રહ્યું છે.

જો રૂટે કરી સ્ટીવ સ્મિથની બરોબરી
જો રૂટે પાંચમી ટેસ્ટમાં 105 રન ફટકાર્યા હતા, જે ભારત વિરુદ્ધ ટેસ્ટમાં તેની 13મી અને કુલ 16મી સદી હતી. તેણે ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સદી ફટકારવાના મામલામાં સ્ટીવ સ્મિથની બરોબરી કરી લીધી છે.

ગિલે તોડ્યો 35 વર્ષ જૂનો રેકોર્ડ
ભારતીય કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝમાં 754 રન બનાવ્યા છે, તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચનો રેકોર્ડ તોડી દીધો છે. ગિલ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ રેકોર્ડ પહેલા ગૂચના નામે હતો, જેણે 1990ના 752 રન બનાવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news