IND vs ENG : 91મી ઓવરમાં એવું તે શું થયું કે શુભમન ગિલની અમ્પાયર સાથે થઈ બબાલ ? સિરાજ પણ વચ્ચે કુદી પડ્યો, જુઓ video

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે ભારે હોબાળો થયો હતો, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલનો અમ્પાયર સાથે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો. 

IND vs ENG : 91મી ઓવરમાં એવું તે શું થયું કે શુભમન ગિલની અમ્પાયર સાથે થઈ બબાલ ? સિરાજ પણ વચ્ચે કુદી પડ્યો, જુઓ video

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલની અમ્પાયર સાથે બબાલ થતાં મેદાન પર ભારે હોબાળો મચી ગયો હતો. એટલું જ નહીં, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ અમ્પાયરના એક નિર્ણય પર ગુસ્સે થયો હતો અને તેની સાથે દલીલ કરવા લાગ્યો હતો. ગિલ અને સિરાજ વચ્ચે અમ્પાયર સાથે થયેલી આ બબાલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

શું હતો સમગ્ર મામલો ?

આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 91મી ઓવરમાં બની હતી. કેપ્ટન શુભમન ગિલ ડ્યુક્સ બોલના આકારથી નાખુશ હતો. ભારતીય ટીમે 80 ઓવર પછી નવો બોલ લીધો હોવાથી, બોલ ફક્ત 10 ઓવર જૂનો હતો. આમ છતાં, બોલની સ્થિતિ ખરાબ દેખાઈ રહી હતી. ભારતીય ખેલાડીઓની ફરિયાદ બાદ, અમ્પાયરે બોલ તપાસવા માટે 'રિંગ ટેસ્ટ' કર્યો. આશ્ચર્યજનક વાત એ હતી કે બોલ તે રિંગમાંથી બહાર ના નીકળ્યો, જેનાથી સ્પષ્ટ થયું કે બોલનો આકાર યોગ્ય નથી.

ગિલની અમ્પાયર સાથે બબાલ, સિરાજ પણ ગુસ્સે થયો

આ પછી એક નવો બોલ મંગાવવામાં આવ્યો. પરંતુ ભારતીય ટીમને આપવામાં આવેલ નવો બોલ શુભમન ગિલને પસંદ ન આવ્યો. ગિલે આ અંગે અમ્પાયર સાથે દલીલ કરી અને ગુસ્સામાં અમ્પાયરના હાથમાંથી બોલ છીનવી લીધા પછી પણ ગુસ્સામાં બોલતો જોવા મળ્યો. એટલું જ નહીં, જ્યારે બોલ મોહમ્મદ સિરાજ પાસે પહોંચ્યો, ત્યારે તે અને આકાશ દીપ પણ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા. સિરાજ અમ્પાયર પાસે પણ પહોંચ્યો અને તેને કહેતો સાંભળવા મળ્યો કે 'આ ક્યાંયથી 10 ઓવર જૂનો બોલ નથી લાગતો, સીરિયસલી?' જો કે, અમ્પાયરે તેને બોલિંગમાં પાછા ફરવા કહ્યું.

 

— Johns. (@CricCrazyJohns) July 11, 2025

ભારતીય ખેલાડીઓ પહેલા દિવસે પણ નાખુશ દેખાતા હતા

આ પહેલી વાર નહોતું જ્યારે બોલ બદલવા અંગે વિવાદ થયો હોય. લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન, ભારતીય ખેલાડીઓએ અમ્પાયરને બોલ બદલવાની વિનંતી કરી હતી, પરંતુ અમ્પાયર ક્રિસ ગેફની અને પોલ રાઇફલે તેને સતત અવગણી હતી. ઉપ-કપ્તાન રિષભ પંત, કેપ્ટન શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓએ પણ અમ્પાયર સાથે વાત કરી, પરંતુ તેમને સાંભળવામાં આવ્યા નહીં. આખરે, જ્યારે બોલ ગેજ ટેસ્ટમાં નિષ્ફળ ગયો, ત્યારે તેને બદલવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news