Champions Trophy Final : ભારતીય ટીમ માટે રવિવાર ભારે...અત્યાર સુધીમાં 5 ફાઈનલ હારી, હવે રોહિત બ્રિગેડ તોડશે આ અભિશાપ ?
Champions Trophy 2025 Final IND vs NZ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સતત ત્રીજી ફાઈનલ રમવા માટે તૈયાર ભારતીય ક્રિકેટ ટીમ આજે 9 માર્ચે દુબઈમાં મેદાનમાં ઉતરશે ત્યારે તે ન્યૂઝીલેન્ડ સામે તેની અગાઉની તમામ નોકઆઉટ મેચોમાં મળેલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. આ સાથે ભારત સાથે એક અભિશાપ પણ જોડાયેલો છે, જે આજે ભારત તોડશે.
Trending Photos
Champions Trophy 2025 Final IND vs NZ : ભારતીય ટીમ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમવા જઈ રહી છે. ટાઇટલ મેચમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતીય ટીમ રવિવારે ફરી એકવાર ICC ટ્રોફીની ફાઈનલ રમવા જઈ રહી છે. ટાઇટલ મેચના સંદર્ભમાં ભારત માટે રવિવાર બહુ સારો રહ્યો નથી.
રવિવારે રમાયેલી ફાઈનલનો રેકોર્ડ
અત્યાર સુધીમાં ભારતે રવિવારે માત્ર એક જ ICC ટ્રોફી ફાઈનલ જીતી છે. તેણે અન્ય તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત રવિવારે 5 ICC ટ્રોફી ફાઈનલ હારી ચૂક્યું છે.
- વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ભારત આ ફાઇનલમાં ચાર વિકેટે હારી ગયું હતું.
- વર્ષ 2003માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. આ મેચ 23 માર્ચ, રવિવારે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું.
- વર્ષ 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલ 6 એપ્રિલ 2014ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ ફાઈનલ પણ રવિવારે હતી. ભારત આ મેચ છ વિકેટે હારી ગયું હતું.
- વર્ષ 2017માં રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે જ ટાઈટલ મેચ રમાઈ હતી. ભારત આ ફાઇનલમાં 180 રનથી હારી ગયું હતું.
- 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ પણ રવિવારે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ટાઈ થાય, તો કોણ બનશે વિજેતા - ભારત કે ન્યૂઝીલેન્ડ ?
ભારતે રવિવારે એકમાત્ર ફાઈનલ જીતી હતી
ભારતે 24 સપ્ટેમ્બરે 2007ના રોજ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ સોમવારે રમાઈ હતી. આ પછી ભારતે 2011 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ જીત મેળવી હતી. શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. ભારતે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં જીતી હતી. યોગાનુયોગ આ ફાઈનલ રવિવારે રમાઈ હતી અને ભારતે રવિવારે જીતેલી આ એકમાત્ર ફાઈનલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે