IND vs NZ : જો ન્યુઝીલેન્ડને હરાવે, તો ટીમ ઈન્ડિયા કોની સામે રમશે સેમીફાઈનલ મેચ ?
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે, ટીમ ઈન્ડિયા 4 માર્ચે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમશે જ્યારે બીજી સેમીફાઈનલ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
Trending Photos
Champions Trophy : ભારત અને ન્યુઝીલેન્ડ બંને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે. પરંતુ આજની મેચ જ સેમીફાઈનલના શેડ્યૂલ પર મહોર લગાવશે. બીજી તરફ ગ્રુપ Bમાંથી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત-ન્યૂઝીલેન્ડ મેચના પરિણામથી જ ખબર પડશે કે કઈ ટીમો કોની સામે સેમીફાઈનલ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 4 માર્ચે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ રમશે જ્યારે બીજી સેમીફાઈનલ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
સેમીફાઇનલ મેચોનું શેડ્યૂલ એવું છે કે જો કોઈ ટીમ ગ્રુપ-Aમાં ટોપ પર હોય તો તેનો મુકાબલો ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. એ જ રીતે ગ્રુપ-Bમાં ટોપની ટીમનો મુકાબલો ગ્રુપ-Aમાં બીજા ક્રમની ટીમ સાથે થશે. ગ્રુપ Bમાં દક્ષિણ આફ્રિકાનું પ્રથમ સ્થાન અને ઓસ્ટ્રેલિયાનું બીજું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. પરંતુ ગ્રુપ Aની સ્થિતિ ભારત અને ન્યુઝીલેન્ડની મેચ બાદ જ સ્પષ્ટ થશે.
ભારત સેમિફાઇનલ મેચ કોની સામે રમશે ?
જો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે તો તે ગ્રુપ Aમાં ટોપ પર રહેશે. આવી સ્થિતિમાં તેનો મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ જો ટીમ ઈન્ડિયા કિવી સામે હારશે તો તેને ફાઈનલમાં જવા માટે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે.
જે દેશો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં પહોંચ્યા છે, તેમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા છે. તમને જણાવી દઈએ કે આ ચારેય ટીમોએ ઓછામાં ઓછી એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ જીતી છે. ભારત (2002, 2013) અને ઓસ્ટ્રેલિયા (2006, 2009) બે-બે વખત ટ્રોફી જીતી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડે વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. દક્ષિણ આફ્રિકા 1998માં વિજેતા બન્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે