Joint Pain: નાળિયેર તેલમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી મસાજ કરો, મટી જશે સ્નાયૂ અને સાંધાના દુખાવા
Joint Pain: સાંધાના દુખાવા અને સ્નાયૂના દુખાવાથી છૂટકારો મેળવવો હોય તો તમે ઘરે એક તેલ બનાવીને રાખી લો. આ તેલથી થોડી દિવસ માલિશ કરશો એટલે સાંધાના દુખાવાથી મુક્તિ મળી જશે.
Trending Photos
Joint Pain: અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ખરાબ આહાર અને વ્યાયામના અભાવના કારણે નાની ઉંમરમાં પણ સાંધાની સમસ્યા થઈ જાય છે. ઘણા લોકો નાની વયના હોય તો પણ લાંબા સમય સુધી જમીન પર બેસી શકતા નથી, ઘણા લોકોને કમરના દુખાવાની તકલીફ થઈ જાય છે. સાંધાના આ પ્રકારના દુખાવા શરીરમાં પોષકતત્વોની ખામી હોય ત્યારે પણ થઈ શકે છે. આવી ખામી હોય તો તેના માટે યોગ્ય સારવાર લેવી અને આ સિવાય તમે ઘરે બનાવેલા તેલથી માલિશ પણ કરી શકો છો.
નાળિયેર તેલ
નાળિયેર તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. નાળિયેર તેલમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જે સોજા ઓછા કરવામાં મદદ કરે છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે. જો તમને સાંધા અને સ્નાયૂમાં કાયમી દુખાવો રહેતો હોય તો નાળિયેર તેલમાં આ સફેદ વસ્તુ મિક્સ કરી દેવી. તેનાથી વધારે ફાયદો થાય છે.
કપૂર
કપૂરમાં એન્ટી ફ્લોજિસ્ટિક ગુણ હોય છે જે દુખાવાથી રાહત અપાવે છે. કપૂરનો ઉપયોગ કરવા માટે નાળિયેર તેલને હુંફાલુ ગરમ કરો. ત્યારબાદ તેમાં કપૂરનો પાવડર ઉમેરી દો. કપૂરને તેલમાં બરાબર મિક્સ કરી અને સાંધા પર હળવા હાથે માલિશ કરો. તેનાથી સાંધામાં ગરમાવો લાગશે અને સોજા તેમજ દુખાવાથી રાહત મળશે.
નાળિયેર તેમાં કપૂરના ટુકડા ઉમેરી મિક્સ કરશો એટલે તે ઓગળી જશે. આ તેલમાં તમે સૂંઠ પણ ઉમેરી શકો છો. આ તેલને થોડી થોડી માત્રામાં બનાવી ઉપયોગમાં લેશો તો વધારે ફાયદો થશે. તેલ લગાડી 10 મિનિટ માલિશ કરવી. દુખાવો વધારે હોય તો રોજ રાત્રે સૂતા પહેલા માલિશ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે