હાર્દિક તુમ યૌદ્ધા હો...આંખો પર આવ્યા 7 ટાંકા, છતાં ન માની હાર, કરી દેખાડ્યું ગજબનું આ કમિટમેન્ટ
Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 48 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. તેમણે આ દરમિયાન સાબિત કરી દીધું કે તે એક યૌદ્ધા છે.
Trending Photos
Hardik Pandya IPL 2025: આઈપીએલ 2025માં હાર્દિક પાંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની શાનદાર સફર ચાલું છે, જ્યાં ટીમે ગુરવારે રાજસ્થાન રોયલ્સને તેમના જ ઘરમાં 100 રનોથી કારમી હાર આપી. ટીમે તેની સાથે સીઝનમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી. ટીમેનું આ ફોર્મ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ટીમે પહેલા પાંચમાંથી ચાર મેચ હારી હતી. કેપ્ટન હાર્દિકે માત્ર 23 બોલમાં 48 રન બનાવીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમની આ ઈનિંગ ખુબ જ ખાસ છે. આવું અમે એટલા માટે બોલી રહ્યા છે, કારણ કે મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન તેમની આંખની પાસે ઈજા થઈ હતી, જેના લીધે તેમણે સાત ટાંકા લાગ્યા હતા. પરંતુ હાર્દિકે ઈજાની પરવાહ કર્યા વિના વિસ્ફોટક ઈનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી હતી. તેમણે માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ કમાલ કરીને એક વિકેટ પોતાના નામે કરી હતી. તેમણે આ શાનદાર ઈનિંગ માટે સ્ટ્રાઈકર ઓફ ધ મેચ માટે પસંદગી કરવામાં આવી. તેમણે આ એવોર્ડ સૂર્યકુમાર યાદવની સાથે શેર કર્યો, જેમણે હાર્દિકની જેમ જ 23 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી.
CAPTAIN HARDIK PANDYA:
- 7 stitches above his left eye while training.
- Decided to play the match.
- Scored 48* (23) with the bat.
- Picked 1/2 with the ball.
THE COMMITMENT OF THE CAPTAIN! pic.twitter.com/zOlD0TcNQI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2025
મુંબઈએ માર્યો જીતની સિક્સર
આ મેચમાં રાજસ્થાનને હરાવીને મુંબઈ હાલની સીઝનમાં સતત 6ઠ્ઠી જીત મેળવી છે. મુંબઈની ટીમે આ પ્રદર્શનની સાથે તમામ ટીમોને વોર્નિંગ આપી દીધી છે કે તે આ વર્ષનો કપ જીતવા જઈ રહ્યું છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટની સાથે ટોપ પર છે. ટીમને હવે પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે આગામી 3માંથી માત્ર એક મેચ જીતવાની જરૂર છે.
મુંબઈના નામે ખાસ ઉપબલ્ધિ
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ત્રીજી વાર સળંગ 6 જીત હાંસિલ કરી છે. ટીમે સૌથી પહેલીવાર 2008માં અને પછી 2017માં આ કારનામું કરી દેખાડ્યું હતું. જોકે આ આઈપીએલ રેકોર્ડ નથી, કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સે 2014-15માં સતત 10 મેચ જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે