IND vs NZ: ભારતે લીધો 25 વર્ષ બાદ બદલો, ન્યૂઝીલેન્ડને હરાવી 12 વર્ષ પછી જીતી ચેમ્પિયન્સ ટ્રોફી
IND vs NZ: 12 વર્ષના લાંબી પ્રતીક્ષા બાદ, ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે.
Trending Photos
India Won Champions Trophy 2025: 12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે, ટીમ ઈન્ડિયા ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ પણ બની ગઈ છે. રોહિત શર્મા અને કંપનીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડનું ધમંડ તોડ્યું અને તેમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. આ રોમાંચક ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, ભારતીય બેટ્સમેનોએ એક ઓવર બાકી રહેતા 254 રન બનાવીને જીત મેળવી હતી.
આ જીત સાથે, ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. આ પહેલા 2002 માં, ભારત સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ સંયુક્ત વિજેતા બન્યું હતું. ટીમને શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરવી પડી. ત્યારબાદ, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં, ટીમે 2013 માં આ ખિતાબ જીત્યો હતો અને હવે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો છે.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🇮🇳🏆 🏆 🏆
The Rohit Sharma-led #TeamIndia are ICC #ChampionsTrophy 2025 𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎 👏 👏
Take A Bow! 🙌 🙌#INDvNZ | #Final | @ImRo45 pic.twitter.com/ey2llSOYdG
— BCCI (@BCCI) March 9, 2025
ભારતે છઠ્ઠી વખત ICC ટ્રોફી જીતી છે. 1983 ODI વર્લ્ડ કપ, 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ, 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 T20 વર્લ્ડ કપ પછી, ભારતે વધુ એક ટાઇટલ જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડિઝમાં આઈસીસી ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. તેણે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. હવે રોહિતની કેપ્ટનશીપ હેઠળ આ બીજું ICC ટાઇટલ છે.
જાડેજાએ ચોગ્ગો ફટકારીને જીતી મેચ
આ મહાન મેચમાં વિજયી ચાર રન રવિન્દ્ર જાડેજાના બેટથી આવ્યા હતા. તેણે કેએલ રાહુલ સાથે અણનમ ભાગીદારી કરીને ભારતને વિજયના ઉંબરે પહોંચાડ્યું. કેએલ રાહુલે અણનમ 34 રન બનાવ્યા, જ્યારે જાડેજા 6 બોલમાં 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. અગાઉ, શ્રેયસ ઐયર (48 રન) અને અક્ષર પટેલ (29 રન) વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે