એજબાસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, 58 વર્ષનો દુકાળ ખતમ કરીને ઈંગ્લેન્ડને તેના ઘરમાં હરાવ્યું

India vs England 2nd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એજબાસ્ટનમાં રમાઈ. જેમાં ભારતે રેકોર્ડબ્રેક 336 રનથી જીત મેળવીને સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 

એજબાસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, 58 વર્ષનો દુકાળ ખતમ કરીને ઈંગ્લેન્ડને તેના ઘરમાં હરાવ્યું

India vs England 2nd Test: એજબાસ્ટન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સફળતા લઈને આવી. કેમ કે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની આ મેચમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી. મેચને જીતવા માટે ઈંગ્લેન્ડે 608 રન બનાવવાના હતા. પરંતુ તેનો પીછો કરતાં આખી ટીમ પાંચમા દિવસના બીજા સેશનમાં 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડના બીજા દાવમાં આકાશ દીપે 6 વિકેટ ઝડપી. આ જીતની સાથે જ ભારતીય ટીમ સિરીઝમાં 101ની બરોબરી પર આવી ગઈ છે. સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.

ભારતની ઐતિહાસિક જીત
ભારતે પહેલીવાર બર્મિંઘમના એજબાસ્ટન મેદાન પર પહેલી જીત મેળવી છે. આ પહેલાં આ મેદાન પર 8 વખત મેચ રમાઈ હતી. જેમાં સાત મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ટેસ્ટ જુલાઈ 1967માં રમી હતી. જેમાં ટીમને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતે 2025માં જીત મેળવીને 58 વર્ષનો દુકાળ ખતમ કર્યો છે. 

ભારતની પેસ બેટરી સામે ઈંગ્લેન્ડ ધ્વસ્ત
ભારતે જસપ્રીત બુમરાહને આરામ આપીને મેચમાં આકાશ દીપને તક આપી હતી. તો આકાશ દીપે તેની પસંદગીને સાર્થક કરતાં પહેલાં દાવમાં 4 અને બીજા દાવમાં 6 વિકેટ સાથે 10 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાઝે પહેલાં દાવમાં 6 અને બીજા દાવમાં 1 વિકેટ સાથે કુલ 7 વિકેટ ઝડપી હતી. આકાશ દીપ અને સિરાઝે 20માંથી 17 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી.

શુભમન ગિલની શાનદાર બેટિંગ
ભારતના કેપ્ટન શુભમન ગિલે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે પહેલાં દાવમાં 269 રન અને બીજા દાવમાં 161 રન એટલે કુલ 430 રન બનાવીને મેચમાં જીવ રેડી દીધો હતો. કેપ્ટન તરીકે ગિલે બેટિંગની સાથેસાથે બોલિંગમાં પણ ફેરફાર કરીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી હતી. પહેલી મેચમાં ભલે પરાજય મળ્યો પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડને કારમો પરાજય આપીને બદલો લઈ લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news