IPL 2025 Viral Video: લાઇવ મેચમાં આશીષ નેહરાને આવ્યો ગુસ્સો, કેમેરાની સામે પાડી બૂમો
IPL 2025, GT vs MI: ગુજરાત ટાઈટન્સે શનિવારે રમાયેલી આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 36 રને હરાવ્યું હતું. આ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશીષ નેહરાએ પિત્તો ગુમાવ્યો હતો.
Trending Photos
IPL 2025, GT vs MI: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 196 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવી શકી હતી. ગુજરાતે આ મેચમાં 36 રને જીત મેળવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું છે. મેચ દરમિયાન ગુજરાતના હેડ કોચ આશીષ નેહરાને એક સમયે ગુસ્સો આવ્યો જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લાઇવ મેચમાં નેહરાનો પિત્તો ગયો
ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચ દરમિયાન એક નાટકીય ક્ષણમાં, આશીષ નેહરા પોતાની ટીમના બેટર શેરફેન રધરફોર્ડ પર ભડકી ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સના બોલર દીપક ચહરે રધરફોર્ડને પોતાનો શિકાર બનાવ્યો હતો. રધરફોર્ડ આઉટ થયો તો નેહરા નારાજ થયો અને તે ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો.
How I cry when things don't go according to me in my life:
😭Unreal reaction Ashish Nehra ji!#GTvsMI #GTvMI #MIvsGT #IPL2025 #AshishNehra pic.twitter.com/Bxig8utYut
— Prachi Khandelwal (@PrachiK2107) March 29, 2025
કેમેરાની સામે બૂમો પાડી
આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ દરમિયાન મેચની 19મી ઓવરમાં બની હતી, જ્યારે શેરફેન રધરફોર્ડે દીપક ચહરના બોલ પર લોંગ-ઓફ તરફ સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિશેલ સેન્ટનરે એક શાનદાર કેચ લીધો હતો અને તેની ઇનિંગનો અંત આણ્યો હતો. શેરફેન રધરફોર્ડ દીપક ચાહરનો એક ચતુરાઈભર્યો બોલ ચૂકી ગયો અને તે 18 રન બનાવીને આઉટ થયો. શેરફેન રધરફર્ડના પેવેલિયન તરફ પાછા ફરતી વખતે, આશિષ નેહરા ગુસ્સાથી બૂમો પાડતો જોવા મળ્યો હતો અને તેનો ચહેરો હતાશાથી લાલ થઈ ગયો હતો.
Video માં ખુલી પોલ
આશીષ નેગરાનો ગુસ્સો ક્રિકેટ પ્રત્યે તેના જનૂન અને સમર્પણનો સંકેત હતો. ગુજરાત ટાઈટન્સની ટીમે બેટિંગ દરમિયાન અંતિમ 13 બોલમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાત ટાઈનટન્સની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી અને 20 ઓવરમાં 196 રન બનાવી શકી હતી. પાવરપ્લેમાં ગુજરાતે શાનદાર શરૂઆત કરી હતી, એક સમયે લાગી રહ્યું હતું કે ટીમ 200થી વધુ રન કરશે. પરંતુ ટીમ 200ના આંકડાને પાર કરી શકી નહીં. જોકે ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે